દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ થયો હતો.આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ભારતના ગૃહમંત્રી તરીકે તેઓ આપણા દેશની પ્રગતિ માટે ઘણા પ્રયાસો કરી રહ્યા છે.તેઓ મહત્વપૂર્ણ સહકારી ક્ષેત્રમાં સુધારણા માટે પણ પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે અને તેઓ આપણા દેશની સેવામાં લાંબુ અને સ્વસ્થ જીવન જીવે તેવી પ્રાર્થના.
વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું કે, “કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.તે દરેક જવાબદારી ખૂબ જ કાર્યક્ષમતાથી નિભાવવામાં માહેર છે.તેઓ ભારતની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ખંતપૂર્વક કામ કરી રહ્યા છે. હું તેમને સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની કામના કરું છું.
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, “ભારતના સફળ ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને જન્મદિવસની શુભેચ્છા.
આ સિવાય કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ તેમને અભિનંદન પાઠવ્યા હતા.તેમણે ટ્વીટ કર્યું, “રાષ્ટ્રની સેવામાં પૂરા દિલથી સમર્પિત, એક કાર્યક્ષમ આયોજક અને મહેનતુ વક્તા, વિશ્વના સૌથી મોટા લોકતંત્રના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.” હું તમારા સારા સ્વાસ્થ્ય અને તમારા જીવનમાં સતત ઊર્જાના પ્રવાહ માટે ભગવાનને પ્રાર્થના કરું છું.