- ગૃહમંત્રી અમિત શાહનું ઉત્તરપ્રદેશના સીએમને લઈને મહત્વનું નિવેદન
- કહ્યુ સીએમ યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશને આગળ લઈ જવાનું કામ કર્યું છે
- સીએમ યોગીની કામગીરી પર ગર્વ
લખનઉ: દેશના ગૃહમંત્રી અમિત શાહ રવિવારના રોજ એક દિવસ માટે ઉત્તરપ્રદેશના શહેર લખનઉના પ્રવાસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે સીએમ યોગી આદિત્યનાથની કામગીરીની બિરદાવી અને કહ્યું કે ગર્વભેર કહું છું યોગીજીએ યુપીને આગળ લઇ જવાનું કામ કર્યું છે પહેલાં અહીં મહિલાઓ અસુરક્ષિત મહેસૂસ કરતી હતી, માફ્યિાઓ જમીનો પર ગેરકાયદેસર કબજો કરતા હતા પરંતુ આજે યોગી આદિત્યનાથ અને તેમની ટીમે યુપીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કર્યું છે.
જો કે તે વાતમાં કોઈ શંકા નથી કે ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથના રાજમાં યુપી પોલીસનું વલણ ગુંડાઓ પ્રત્યે વધારે કડક થયું છે અને અસામાજીક પ્રવૃતિઓ તથા ગેરકાયદેસર પ્રવૃતિઓ પર પણ સકંજો કસવામાં આવ્યો છે. સરકાર વિરોધી અને જનહિતમાં યોગ્ય ન હોય તેવી તમામ પ્રવૃતિઓ પર પૂર્ણવિરામ લગાવવાનું કામ યોગી આદિત્યનાથની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહે આગળ તે પણ ઉમેર્યું કે આજે ઉત્તરપ્રદેશ દેશમાં સૌથી મોટી અર્થવ્યવસ્થાવાળું બીજુ રાજ્ય બની ગયું છે. છેલ્લા ૪ વર્ષોમાં યુપીની અર્થવ્યવસ્થા 11 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ પર પહોંચી ગઇ છે. લખનઉમાં ઉત્તરપ્રદેશ સ્ટેટ ઇન્સ્ટિટયૂટ ઓફ્ ફેરેન્સિક સાયન્સના શિલાન્યાસ બાદ સભાને સંબોધતા અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે 2017માં બીજેપીએ યુપીને વિકસિત બનાવવાનું વચન આપ્યું હતું. આજે દેશમાં ચાલી રહેલી 44 યોજનાઓમાં સૌથી આગળ ઉત્તરપ્રદેશ છે. યોગી આદિત્યનાથ અને તેમની ટીમે દેશમાં ચાલી રહેલી 44 યોજનાઓમાં પહેલું સ્થાન મેળવ્યું છે.