Site icon Revoi.in

ગૃહમંત્રી આમિત શાહનો જમ્મુ કાશ્મીરની મુલાકાતનો આજે બીજો દિવસ – માતા વૈષ્ણોદેવીના કરશે દર્શન

Social Share

શ્રીનગરઃ- ગૃહમંત્રી અમિતશાહ વિતેલા દિવસને સોમવારના રોજ જમ્મુ કાશ્મીર પહોચ્યા હતા આજે તેમની મુલાકાતનો બીજો દિવસે છે, તેઓ અહીં ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા છે.  કલમ 370 નાબૂદ કર્યા પછી અમિત શાહની જમ્મુ અને કાશ્મીરની આ ત્રીજી મુલાકાત છે. 2022 ની શરૂઆતમાં, તેમણે 18 અને 19 માર્ચે કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત લીધી હતી. અગાઉ, તેમણે 2021 માં 23 થી 26 ઓક્ટોબર સુધી જમ્મુ અને કાશ્મીરની ચાર દિવસીય મુલાકાત લીધી હતી.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આજરોજ ગૃહમંત્રી શાહ માતા વૈષ્ણોદેવીના દર્શન કરશે,માતા વૈષ્ણો દેવી મંદિરના દર્શન કર્યા બાદ ગૃહમંત્રી અમિત શાહ આજે રાજૌરી જશે. અહીં તેઓ જનસભાને સંબોધશે.

આ સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે અમિત શાહ અહીં પહાડીઓ (ઉંચી ઊંચાઈ પર રહેતા સમુદાય)ને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની જાહેરાત કરી શકે છે.ઉલ્લેખનીય છે કે   જમ્મુ-કાશ્મીરના રાજૌરી, હંદવાડા, પુંછ અને બારામુલ્લામાં પહાડીઓની મોટી વસ્તી રહે છે.

ઉલ્લેખનીય છે કે વિતેલા દિવસને 3 તારીખે  ગૃહમંત્રીનું આગમન જમ્મુમાં  થયું ત્યારે એરપોર્ટ પર કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્ય સચિવ અરુણ કુમાર મહેતા અને નાગરિક અને પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું.