- ગૃમંત્રી શાહ હૈદરાબાદ પહોંચ્યા
- CISFના સ્થાપના દિવસની ઉજવણીનો ભાગ બનશે
દિલ્હીઃ દેશના ગૃહમંત્રી અમિત શાહ વિતેલા દિવસની સાંજે હૈદરાબાદ પહોંચ્યા છે.કેન્દ્રીય ગૃહ મંત્રી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની 54માં રાઇઝિંગ ડે પરેડમાં ભાગ લેવા તેલંગાણાની રાજધાની હૈદરાબાદ પહોંચ્યા હતા. આ પહેલીવાર છે જ્યારે CISF રાઇઝિંગ ડેની ઉજવણી દિલ્હી-NCRની બહાર હૈદરાબાદમાં કરવામાં આવી રહી છે.આજરોજ હૈદરાબાદમાં તેનું આયોજન કરવામાં આવશે.હૈદરાબાદમાં CISF ફાઉન્ડેશન ડે પરેડ દરમિયાન પાર્ટીની કોર કમિટીની સાત બેઠકો યોજે તેવી શક્યતા છે.
આ સાથે જ જાણકારી પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહ 12 માર્ચે સાંગારેડીમાં યોજાનારી બૌદ્ધિકોની બેઠક રદ કરવામાં આવી છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ અહીં CISF રાઇઝિંગ ડે પરેડની બાજુમાં પાર્ટીની કોર કમિટીના સભ્યોને મળવાની અપેક્ષા છે.
દેશભરમાં વિવિધ સ્થળોએ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવાની સરકારની ભલામણને પગલે દિલ્હીની બહાર ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય પર્યટન મંત્રી કિશન રેડ્ડી, ભારતીય જનતા પાર્ટી તેલંગાણાના પ્રદેશ અધ્યક્ષ બંડી સંજય, બીજેપી સાંસદ ડૉ. લક્ષ્મણ, ધારાસભ્ય એટેલા રાજેન્દ્રએ અહીંના હકીમપેટ IAF એરપોર્ટ પર શાહનું સ્વાગત કર્યું હતું.
આ સલહીત ગૃહમંત્રી શાહ એ એરપોર્ટ પર, શાહે નેતાઓ સાથે રાજ્યની તાજેતરની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હોવાની પણ જાણકારી ણળી રહી છે CISF રાઇઝિંગ ડેની ઉજવણીમાં હાજરી આપ્યા પછી, શ્રી શાહ રવિવારે સવારે 11.30 વાગ્યે કેરળ જવા રવાના થશે, જ્યાં તેઓ થ્રિસુરમાં એક રેલીને સંબોધશે.