Site icon Revoi.in

ગૃહમંત્રી શાહ આજરોજ દિલ્હી ખાતે બેઠક યોજશે – આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષાની સમીક્ષા કરાશે

Social Share

દિલ્હીઃ- દેશની જનન્ત ગણાતા જમ્મિ કાશ્મીરમાં હાલ પણ આતંકીઓની નજર હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્નમાં હોય છે આ સહીત જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ત્રણ વર્ષમાં અનેક ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ બની છે. ત્યારે જમ્મુ કાશ્મીરની સ્થિતિની સમિક્ષા કરવા આજરોજ ગૃહમંત્રી અમિત શાહ ખાસ બેઠકનું આયોજન કર્યું છે દિલ્હી ખાતે આ મામલે યોજાનારી બેઠકની અમિત શાહ અધ્યક્ષતા કરશે.

. શાહને કેન્દ્ર સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસનના સુરક્ષા અધિકારીઓ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવશે. આ સહીત અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના વિસ્તારોની સ્થિતિ, સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસો અને લઘુમતી સમુદાયના સભ્યોને નિશાન બનાવવાના પ્રયાસો પર દિલ્હીમાં યોજાનારી બેઠકમાં વિચારણા થવાની અપેક્ષા છે.

યોજાનારી આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા, જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપશે.

સરકારે સંસદને માહિતી આપી હતી કે જમ્મુ અને કાશ્મીરમાં 2019માં કલમ 370 નાબૂદ થયા પછી જુલાઈ 2022 સુધીમાં પાંચ કાશ્મીરી પંડિતો અને 16 અન્ય હિંદુઓ અને શીખો સહિત 118 નાગરિકોની હત્યા કરવામાં આવી છે. મે મહિનામાં જમ્મુના કટરા પાસે બસમાં આગ લાગવાથી ચાર હિન્દુ તીર્થયાત્રીઓના મોત થયા હતા અને ઓછામાં ઓછા 20 ઘાયલ થયા હતા.જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓ 5 ઓગસ્ટ, 2019 ના રોજ રદ કરવામાં આવી હતી, અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું .