Site icon Revoi.in

ગૃહમંત્રી શાહ આજે ચક્રવાત બિપરજોયને લઈને રાજ્યોના ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડાઓ સાથે બેઠક યોજશે

Social Share

દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં ચક્રવાત બિપરજોયને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે,આ ચક્રવાતે તેની ્સર દેખાડવાનું શરુ કરી દીધું છે કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ છે તો ક્યાંક ભારે પવન સાથે દરિયામાં ઊંચા ઊંચા મોઝા ઉછળી રહ્યા છે આ સંદર્ભે પ્રધાનમંત્રી મોદીએ પણ વિતેલા દિવસે બેઠક યોજી તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાતચીત કરીને રાજ્યની સ્થિતિ વિશે તાગ મેળવ્યો હતો ત્યારે હવે વાવાઝોડાના સંદર્ભે આજે ગૃહમંત્રી શાહે પણ ખાસ બેઠક બોલાવી છે.

આજરોજ ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યો અને  કેન્દ્રશાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રધાનો સાથે બેઠક કરશે. આ એક દિવસીય આજની બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ના વરિષ્ઠ અધિકારીઓને હાજર રહેવા જણાવાયું છે.

આ સહીત અઆ બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આપત્તિ વ્યવસ્થાપનને રાહત-કેન્દ્રિત, પ્રારંભિક ચેતવણી-કેન્દ્રિત, સક્રિય અને પ્રારંભિક તૈયારી-આધારિત બનાવવાના એકંદર વિઝનનો પણ એક ભાગ છે.ગૃહ મંત્રાલયે વર્ષ 2047 સુધી દર પાંચ વર્ષે આપત્તિ વ્યવસ્થાપનનો અભિગમ બદલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જેના માટે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

આ સહીત આજની આ મળવા જઈ રહેલી  બેઠકમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રના પડકારો પર ચર્ચા કરવામાં આવશે અને આ પડકારોને પહોંચી વળવા તૈયારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.આ સાથે જ કયા રાજ્યમાં મદદની વધારે જરુર પડી શકે છે તે અંગે વિસ્તૃત ચર્ચાઓ કરાશે અને બનતી તમામ મદદ માટે ફોર્સને આહ્વાન કરાશે.