ગણતંત્ર દિવસને લઈને ગૃહમંત્રાલયની સૂચના- દરેક કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતો ધ્વજ પ્લાસ્ટિકનો ન હોવા જોઈએ
- ગૃહમંત્રાલયે એડવાઈઝરી રજુ કરી
- કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતા તિરંગા કાગળના હોવા જોઈએ
- રાજ્યોને આ બાબતે ધ્યાન રાખવાના આદેશ આપ્યા
દિલ્હીઃ- કેન્દ્રીય મંત્રાલયએ ગણતંત્ર દિવસ સમારોહને જોતા એક એડવાઈઝરી રજુ કરી છે,જેમાં દરેક લોકોને અપીલ કરવામાં આવી છે કે, પ્લાસ્ટિકથી બનેલા ત્રિરંગાનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફ્લેગ કોડને સખત રીતે પાલન કરવા નિર્દેશ આપ્યો છે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી સલાહમાં રાજ્યોને કડક સૂચના આપવામાં આવી છે કે, લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ધ્વજ પ્લાસ્ટિકના નહીં, કાગળના બનેલા હોય અને તે ધ્વજને ધ્વજની ગરિમા જાળવી રાખતા તેનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ.
ગૃહમંત્રાલયે કહ્યું કે અમને માહિતી મળી છે કે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમત ઉજવણી દરમિયાન કાગળની જગ્યાએ પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંત્રાલયે કહ્યું કે પ્લાસ્ટિકથી બનેલો ધ્વજ કાગળથી બનેલા ધ્વજની જેમ કુદરતી રીતે સડતો નથી, તે લાંબા સમય સુધી વિઘટન કરતો નથી. આ ઉપરાંત, પ્લાસ્ટિકના બનેલા ધ્વજને નિકાલ કરવામાં, તેમની ગૌરવની કાળજી રાખવામાં સમસ્યા છે.
ગૃહમંત્રાલયે કહ્યું કે અમને માહિતી મળી છે કે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમત ઉજવણી દરમિયાન કાગળની જગ્યાએ પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંત્રાલયે કહ્યું કે પ્લાસ્ટિકથી બનેલો ધ્વજ કાગળથી બનેલા ધ્વજની જેમ કુદરતી રીતે નષ્ટ થતો નથી, તે લાંબા સમય સુધી વિઘટિત થતા નથી. આ ઉપરાંત, પ્લાસ્ટિકના બનેલા ધ્વજને નિકાલ કરવામાં તેની ગરિમાની કાળજી રાખવામાં સમસ્યા ઉત્પન્ન થાય છે.
આ એડવાઈઝરીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ખાતરી કરવી જોઈએ કે પ્રજાસત્તાક દિન નિમિત્તે માત્ર કાગળના રાષ્ટ્રધ્વજાનો ઉપયોગ કરવામાં આવે અને કાર્યક્રમ સમાપ્ત થયા પછી તેની કાળજી લેવી જોઈએ, ધ્વજને જમીન પર ન ફેંકો.
રાષ્ટ્રીય સન્માન અધિનિયમ, 1971 ના નિવારણની કલમ 2 મુજબ, જો કોઈ વ્યક્તિ જાહેર સ્થળે અથવા તો જ્યા જનતા ઉપસ્થિત હોય તેવા સ્થળે રાષ્ટ્રધ્વજ બાળવો,અપવિત્ર કરવો,વિધટન કરવું,તેનો નષ્ટ કરવોવઅથવા તો કોઆ પણ પ્રકારે ધ્વજની અવગણના કે અપમાન કરવું તેવા લોકોને દેડ અથવા તો જેલની સજા થઈ શકે છે,
સાહિન-