ગૃહમંત્રાલયનો આદેશ – 31 જાન્યુઆરી સુધી દિલ્હીની સીમાઓ પર ઈન્ટરનેટ સુવિધા રહેશે બંધ
- દિલ્હીમાં આવતી કાલ સુધી ઈન્ટરનેટ સેવાઓ સીમા પર રહેશે બંઘ
- વધતી ભીડને લઈને લેવાયો નિર્ણય
- કોઈ ઘટના ન ઘટે તે માટે ઈન્ટરનેટ સેવા ઠપ્પ કરાઈ
દિલ્હીઃ- દિલ્હી પોલીસે 6 જાન્યુઆરીના દિવસે ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની પુનરાવૃત્તિ અટકાવવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ -1 પર ખોદકામ શરૂ કર્યું છે. આ ખાઈ સિંઘુ બોર્ડર પર કરવામાં આવી રહી છે કારણ કે જો કોઈ ટ્રેક્ટર લઈને દિલ્હી બોર્ડરમાં પ્રવેશવા માંગે છે તો ટ્રેક્ટર ખાઈ પડી જાય.
હાલમાં એનએચ -24 ગાઝીપુર બોર્ડર આવતા-જતા માર્ગો પણ બંધ કરી દેવામાં આવ્યા છે,રાકેશ ટીકૈટના આંસુઓ વાળો વીડિયો વાયરલ થયા બાદથી સતત યુપી, હરિયાણા અને ઉત્તરાખંડના ખેડૂતોએ ગાઝીપુર બોર્ડર પર આવવાનો સીસસીલો જારી છે.
29 જાન્યુઆરીથી સુધી ગાઝીપુર બોર્ડર પર વધતી ભીડને પગલે ધરણા સ્થળથી 500 મીટર દૂર ઇન્ટરનેટ સેવા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી કોઈ અનિચ્છનિય ઘટના ન બને.
ભારતીય કિસાન સંઘના પ્રમુખ નરેશ ટીકૈતે આજે જણાવ્યું હતું કે, આવતીકાલે બાગપતમાં પંચાયત થયા બાદ અમે દિલ્હીની યાત્રા કરીશું. ખેડુતો ઉપર જે રાજકારણ ચાલી રહ્યું છે તેની પંચાયતમાં ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કૃષિ કાયદા વિરુદ્ધ ગાઝીપુર સરહદ પર ખેડૂતોનો વિરોધ આજે 64 મા દિવસે પણ સતત ચાલુ છે.સિંઘુ બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તૈનાત છે. કૃષિ કાયદા સામે સિંઘુ સરહદ પર ખેડૂતોનો વિરોધ સતત ચાલુ છે
સાહિન-