ગૃહમંત્રાલયની કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણીઃ ઓક્ટોબર મહિનામાં કેસો સૌથી ઉચ્ચર સ્તર પર હશે, બાળકો અને યુવાનો પર જોખમ
- ગૃમંત્રાલયે કોરોનાને લઈને ચેતવણી આપી
- ઓક્ટોબર મહિનામાં કેસમાં ઉછાળો થવાની સંભાવના દર્શાવી
- ત્રીજી લહેર બાળકો અને યુવાનોને વધુ કરશે અસર
- એનઆઈડીએમ એ આ રિપોર્ટ પીએમઓ કાર્યલાયને મોકલ્યો
દિલ્હીઃ ગૃહ મંત્રાલયની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીએ કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી છે. સમિતિએ પોતાનો રિપોર્ટ વડાપ્રધાન કાર્યાલયને સોપ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે કોરોનાની ત્રીજી તરંગ ઓક્ટોબરમાં ટોચ પર હશે. આ સાથે, સમિતિએ વડાપ્રધાન કાર્યાલયને બાળકો અને યુવાનો માટે તબીબી સુવિધાઓની વ્યવસ્થા સંપૂર્ણપણે કરવાની પણ સલાહ પણ આપી છે. નિષ્ણાતોની સમિતિ માને છે કે ત્રીજી લહેર બાળકો અને યુવાનો માટે મોટો જોખમ બની શકે છે.
હાલ દેશમાં આપણે કેરળ, બેંગ્લોર, આસામમાં પણ ત્રીજી તરંગની ભીતી જાઈ શકીએ છીએ. અહીં છેલ્લા બે થી ત્રણ અઠવાડિયાથી બાળકો સંક્રમણ થવાનો દર વધારે જોવા મળી રહ્યો છે. હાલમાં, કેરળમાં સંક્રમણ દર વધીને 17 ટકા થયો છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં આના કારણે ઘણા લોકોના મોત થયા છે.
નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના રિપોર્ટ પ્રમાણે દેશમાં બાળકો માટે તબીબી સુવિધાઓ, વેન્ટિલેટર, ડોકટરો, તબીબી સ્ટાફ, એમ્બ્યુલન્સ, ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા કરવી પડશે. કારણ કે, મોટી સંખ્યામાં બાળકો અને યુવાનો કોરોનાથી સંક્રમિત થવાની શક્યતાઓ દર્શાવાય છે.
ગૃહ મંત્રાલયે આ રિપોર્ટ એવા સમયે જાહેર કર્યો છે જ્યારે બાળકો માટે રસીકરણ અભિયાન પણ શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બાળકોમાં રસીકરણ પ્રાથમિકતાના ધોરણે કરવું પડશે. આ સાથે, સમિતિએ આ આધાર પર ફરીથી કોવિડ વોર્ડ તૈયાર કરવાની પણ સલાહ આપી છે, જેથી બાળકોના સંબંધીઓને પણ સાથે રહેવાની મંજૂરી મળી શકે.
નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના રિપોર્ટ મુજબ ત્રીજી લહેર સપ્ટેમ્બરના અંત સુધીમાં તેની અસર દેખાડવાનું શરૂ કરશે. તે જ સમયે, ઓક્ટોબરમાં, દેશમાં દરરોજ પાંચ લાખથી વધુ કેસ નોંધાઈ શકે છે. તેના કારણે લગભગ બે મહિના સુધી દેશને ફરી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.