- કાવડયાત્રાને લઈને ગૃહમંત્રાલયે સુરક્ષા વધારવાના આપ્યા આદેષ
- કાવડયાત્રા પર હુમલાનું જોખમ
દિલ્હીઃ- દેશભરમાં વિતેલા દિવસને ગુરુવાર 14 જૂલાઈના રોજથી શ્રાવણ મહિનાના આરંભ સાથે કાવડયાત્રા પણ શરુ થઈ ચૂકી છે,દેશની હાલની સ્થિતિને જોતા કાવડયાત્રા પર હુમલાનું જોખમ વર્તાઈ રહ્યું છે જેને લઈને ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ રહેવા જણાવ્યું છે સાથે જ કાવડયાત્રીઓની સુરક્ષામાં તકેદારીના ભાગરુપે સુરક્ષા બમણી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિતેલા દિવસથી હિન્દુ મહિનાના શ્રાવણના પહેલા દિવસે કંવર યાત્રા શરૂ થઈ હતી, જેમાં ભગવાન શિવના ભક્તો મોટી સંખ્યામાં ગંગાજળ એકત્રિત કરવા માટે હરિદ્વાર પહોંચ્યા હતા. કોરોના મહામારીને કારણે બે વર્ષના અંતરાલ પછી કાવડ યાત્રા થઈ રહી છે. અધિકારીઓનો અંદાજ છે કે પખવાડિયા સુધી ચાલનારા મેળામાં ઓછામાં ઓછા ચાર કરોડ કંવરિયાઓ ગંગાજળ એકત્ર કરવા હરિદ્વાર અને ઋષિકેશ પહોંચશે.ત્યારે યાત્રાળુંઓની સુરક્ષા જળવાી તે મોટી જવાબદારી બને છે આવી સ્થિતિમાં કડક સુરક્ષા બંદોબસ્ત કરાયો છે.
આ બાબતે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગૃહ મંત્રાલયએ કટ્ટરપંથી તત્વોના જોખમને ટાંકીને રાજ્ય સરકારોને કાવડીયાઓવી સુરક્ષા વધુ કડક બનાવવાનો નિર્દેશ આપ્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટના ઇનપુટ્સના આધારે, ગૃહ મંત્રાલયે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યો માટે કાવડ યાત્રા માટે સુરક્ષા વ્યવસ્થા વધારવા માટે એક એડવાઇઝરી જારી કરી છે.
આ સાથે જ રેલ્વે બોર્ડને પણ કાવડયાત્રા પરના જોખમને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સુરક્ષા કડક કરવા આદેશ અપાયા છે. એડવાઈઝરી મુજબ કાવડ યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારના જોખમને પહોંચી વળવા માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવાનું કહેવામાં આવ્યું છે.