- ગૃહમંત્રાલયે રાજ્યોને પત્ર લખ્યો
- આ પત્રમાં કોરોના પાબંધિઓ હટાવવા બાબતે સાવધા રહેવા જણાવ્યું
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીને કારણે અનેક પ્રકારની પાબંધિઓથી લઈને લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું ,જો કે કોરોનાની ગતિ ઘીમી પડતા દરેક રાજ્યોએ ઘીમે ઘીમે પાબંધિઓ હટાવવાનું શરુ કર્યું હતું, જો કે આ પાબંધિઓ હટાવવા બાબતે ગૃહમંત્રાલયે દરેક રાજ્યોને સાવધાની દાખવવાના નિર્દેશ આપ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર લખીને કોવિડના પ્રતિબંધોને હળવા કરવાની પ્રક્રિયામાં સાવચેત રહેવા જણાવ્યું છે. ગૃહ રાજ્યોને આ મામલે પત્ર લખ્યો છે જેમાં મંત્રાલયે આગળ લખ્યું છે કે કોરોનાના સંચાલન માટે પરીક્ષણ, દેખરેખ, ઉપચાર, રસીકરણ અને યોગ્ય વર્તન માટેની પાંચ-મુદ્દાની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
આ ઉપરાંત રાજ્યના મંત્રાલયે જિલ્લાઓને વહીવટી એકમ તરીકે ગણાતી હોસ્પિટલોમાં સંક્રમણના કેસોના દર અને હોસ્પિટલોમાં બેડ ભરેલા હોવાની સ્થિતિ પર નિયમિત નજર રાખવી જોઈએ. મંત્રાલયે કહ્યું કે જો સંક્રમણ દરમાં વધારો થવાનો પૂર્વ સંકેત મળે છે તો કન્ટેન્ટ ઝોન બનાવવા માટે પગલાં લેવા જોઈએ.
કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યોને અસરકારક કોરોના વ્યવસ્થાપન માટે પાંચ-સ્તરીય વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરવા આહ્વાન કરતાં કહ્યું હતું કે, પ્રતિબંધોને સરળ કરવાની પ્રક્રિયાનું કાળજીપૂર્વક આયોજન થવું જોઈએ. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટને જુલાઈ મહિના માટે કોરોના મેનેજમેંટ પર સલાહ આપી હતી.