અગ્નિવીરોને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય,BSF બાદ હવે CISFની ભરતીમાં 10% અનામત મળશે
દિલ્હી:કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) માં ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10% અનામતની જાહેરાત કરી છે. મંત્રાલયે એક સપ્તાહ પહેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં તેમના માટે આવું જ પગલું ભર્યું હતું.
મંત્રાલયે અગ્નિવીરની પ્રથમ બેચ કે પછીની બેચના છે તેના આધારે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપતી સૂચના પણ બહાર પાડી છે.નોટિફિકેશનમાં જણાવાયું છે કે ભૂતપૂર્વ અગ્નિવીરોને પણ શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણમાંથી મુક્તિ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 14 જૂને કેન્દ્ર સરકારે આર્મી, નેવી અને એરફોર્સમાં 17 થી 21 વર્ષ સુધીના યુવાનોની ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ પ્રથમ ચાર વર્ષ માટે કોન્ટ્રાક્ટ આધારે યુવાનોની ભરતી કરવામાં આવશે. આ અંતર્ગત સેનામાં ભરતી થનારા સૈનિકોને અગ્નિવીર તરીકે ઓળખવામાં આવશે.