દિલ્હીઃ- દેશભરના અનેક ક્ષેત્રમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વઘતી જઈ રહી છે ત્યારેઝડપથી વધી રહેલા સાયબર ક્રાઈમને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે.
પ્રાપ્ત ભારત આગામી સ્તરના સાયબર જોખમોનો સામનો કરવા માટે તૈયારી કરી રહ્યું છે અને આ માટે કેન્દ્ર સરકારે ‘સાયબર કમાન્ડો’ની એક પાંખ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ વિંગમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળો તેમજ કેન્દ્રીય પોલીસ સંગઠનોના કર્મચારીઓનો સમાવેશ થશે.
જાણકારી પ્રમાણે આ માટે ગૃહ મંત્રાલયે એક પત્ર લખીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ પોલીસ દળોમાંથી 10 યોગ્ય ‘સાયબર કમાન્ડો’ની ઓળખ કરવા જણાવ્યું છે. સાયબર કમાન્ડો વિંગનો વિચાર આ વર્ષની શરૂઆતમાં આવ્યો હતો,ગૃહ મંત્રાલય દ્વારા લેવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “જાન્યુઆરી, 2023 મહિનામાં યોજાયેલી ડીજીપી/આઈજીપી કોન્ફરન્સ દરમિયાન, વડા પ્રધાને ભલામણ કરી હતી કે સાયબર સુરક્ષાના જોખમોનો સામનો કરવા, માહિતી ટેકનોલોજી નેટવર્કને સુરક્ષિત કરવા, તપાસ કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. પોલીસ અને સરકારી સંસ્થાઓની સાયબર સ્પેસ અને સાયબર સુરક્ષા જરૂરિયાતોને ‘સતત ધોરણે’ દેખરેખ માટે યોગ્ય રીતે પ્રશિક્ષિત ‘સાયબર કમાન્ડો’ની વિંગની સ્થાપના કરવી જોઈએ.
જાણકારી પ્રમાણે પીએમ મોદીએ જીજીપી /આઈજી કોન્ફરન્સ દરમિયાન તેની સ્થાપનાની ભલામણ કરી હતી. માહિતી પ્રમાણે હવે નવી વિંગ સાયબર સુરક્ષા જોખમોનો સામનો કરશે. માહિતી અને ટેકનોલોજીનું રક્ષણ કરશે અને સાયબર સ્પેસમાં તપાસ કરશે.આ સાથે જ વિંગના કમાન્ડો આઇટી સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિક વિશે જાણકાર હશે. પ્રસ્તાવ મુજબ, સાયબર કમાન્ડો વિંગ પોલીસ સંસ્થાઓનો અભિન્ન ભાગ હશે. તેમાં એવા કમાન્ડો હશે જેઓ આઈટી સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિક ક્ષેત્રે જાણકાર અને લાયકાત ધરાવતા હશે. સૂચિત સાયબર કમાન્ડો વિંગ પોલીસ સંગઠનનો અભિન્ન ભાગ હશે.