સુંદરતા એ સ્ત્રીનું સૌથી મોટું ઘરેણું હોય છે. આ વાત એટલા માટે કહી શકાય કે દરેક સ્ત્રીને સુંદર થવું સૌથી વધારે પસંદ હોય છે. સુંદરતાને લઈને સ્ત્રી એટલી બધી ઉત્સાહી હોય છે કે તેની વાત ન પૂછી શકાય પણ ક્યારેક સુંદરતાને પામવામાં કેટલીક તકલીફો પણ હોય છે જેમાંથી એક તકલીફ છે મસાની.
જો ચહેરા પર મસા નીકળે તો તેના કારણે ચહેરાની સુંદરતા પર તેની ખરાબ અસર પડે છે. સામાન્ય રીતે ત્વચામાં મેલાનિન હોવાને કારણે ચહેરા પર મોટા મસા નીકળે છે, તેથી ઘણા લોકોને જન્મ સમયથી જ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગતા હોવ તો આ માટે તમે ઘરમાં વપરાતા લસણનો ઉપયોગ કરી શકો છો.
લસણનો ઉપયોગ કરીને તમે ચહેરા અને ગરદન પર રહેલ મસાને દૂર કરી શકો છો. આ માટે લસણની છાલ ઉતારીને ત્રણ-ચાર કળીઓ અલગ કરી લો. પછી આ કળીઓને છરીની મદદથી નાના-નાના ટુકડામાં કાપી લો અને પછી તેને મસા પર મૂકો અને પાટો ચોંટાડો. તેને લગભગ 5 થી 6 કલાક સુધી આ રીતે રહેવા દો અને છેલ્લે સ્વચ્છ પાણીથી ફેસને ધોઈ લ્યો. જો રેગ્યુલર આ રીત અપનાવશે તો થોડા જ દિવસોમાં મસા ગાયબ થઈ જશે
લસણ અને એરંડાનું તેલ સામાન્ય રીતે વાળના વિકાસ અને વાળને મજબૂત કરવા માટે એરંડા તેલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જો તમે તેનો ઉપયોગ લસણ સાથે કરશો તો હઠીલા મસા પણ અદૃશ્ય થઈ જશે. આ માટે લસણની 2થી 3 કળીઓ લો અને તેમાં એરંડા તેલના થોડા ટીપા મિક્સ કરો. રાત્રે સૂતી વખતે અસરગ્રસ્ત વિસ્તારોમાં લગાવો અને સવારે પાણીથી ધોઈ નાખો.