Site icon Revoi.in

હોમિયોપેથીક દવા માટે કેમ લોકો પ્રેરાઈ રહ્યા છે? આ છે તે પાછળના કારણો

alternative medicine with homeopathy and herbal pills

Social Share

આજના સમયમાં લોકોને કોઈ પણ પ્રકારની બીમારી થાય તો તે લોકો હોમિયોપેથીક દવા તરફ વધારે આકર્ષાય છે અને તે દવાનો ઉપયોગ કરવાનું વિચારતા હોય છે. આ પાછળના અનેક કારણ છે પણ પહેલું કારણ એવું છે કે હોમિયોપેથીએ દવાની સંપૂર્ણ સલામત પદ્ધતિ છે. એલોપેથીથી વિપરીત, તેની કોઈ આડઅસર નથી. અંગ્રેજી દવામાં, તમે કોઈપણ રોગની સારવાર માટે જે પણ દવા લો છો, તેની ચોક્કસ આડઅસર થાય છે.

જો આગળ વાત કરવામાં આવે તો અંગ્રેજી દવાઓથી વિપરીત, હોમિયોપેથિક દવાઓ વ્યસનકારક નથી. ઘણી અંગ્રેજી દવાઓ છે જેમ કે, લાંબા સમય સુધી તેનું સેવન કર્યા પછી, શરીર સંપૂર્ણપણે તે દવાઓ પર નિર્ભર થઈ જાય છે. જો દવા ન લેવામાં આવે તો ઘણી આડઅસર થાય છે. પરંતુ હોમિયોપેથિક દવાઓ સાથે આવું થતું નથી. લાંબા સમય સુધી તેનું સેવન કર્યા પછી પણ શરીરને તેની આદત પડતી નથી.

કેટલાક જાણકારો પોતાના અભિપ્રાયમાં એવું પણ કહે છે કે માઈગ્રેન માટે લેવામાં આવતી દવાની આડ અસર એ છે કે તે લોહીને પાતળું કરે છે. કોઈપણ પ્રકારની પીડા માટે આપણે જે પેઈનકિલર લઈએ છીએ, તે પેઈનકિલર શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. પરંતુ હોમિયોપેથીમાં આવું નથી. તેની કોઈ આડઅસર નથી.

ઉલ્લેખનીય છે કે 1755માં જન્મેલા જર્મન ડોક્ટર સેમ્યુઅલ હેનેમેનને હોમિયોપેથીના(Homeopathy ) પિતા કહેવામાં આવે છે. હોમિયોપેથીના રૂપમાં, ડૉ. હેનિમેને આવી વૈકલ્પિક દવા (Medicine )પદ્ધતિ વિકસાવી હતી, જેનો ઉપયોગ શરીરના એક જ ભાગ અથવા તે જ રોગની સારવાર કરવામાં આવતો હતો, જે મુશ્કેલીમાં હોય. આ સાથે જ હોમિયોપેથીએ સૌ પ્રથમ માનવ શરીરના રોગોને તેના ભાવનાત્મક અને માનસિક જીવન સાથે જોવા અને સમજવાનું શરૂ કર્યું.

આજે, સમગ્ર વિશ્વમાં 300 મિલિયનથી વધુ લોકો હોમિયોપેથીમાં વિશ્વાસ કરે છે. જ્યારે એલોપથી એ રોગોના નિદાન, પરીક્ષણ અને સારવાર માટેની સૌથી વિશ્વસનીય રીત છે, ત્યારે હોમિયોપેથી આજે પણ રોગને દબાવવાને બદલે તેના મૂળમાંથી દૂર કરવા માટે વધુ વિશ્વસનીય માનવામાં આવે છે.

જો કે કોઈપણ પ્રકારની બીમારી થાય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે અને ડોક્ટર દ્વારા જે કહેવામાં આવે તે પ્રમાણે દવા લેવી પણ જરૂરી છે.