Site icon Revoi.in

મધના અનેક છે ફાયદા, ગળામાં રહેલા બેક્ટિરિયાનો પણ કરે છે નાશ

Social Share

મધનો ઉપયોગ પહેલાના સમયથી એક ઓષધિના રૂપથી કરવામાં આવી રહ્યો છે. તેનો ઉપયોગ વિવિધ રીતે થાય છે. મધ તમામ પોષક તત્વોથી ભરપૂર હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોનું માનવું છે કે, જો મધને નવશેકા પાણીમાં નાખીને પીવામાં આવે તો તે ઘણી સમસ્યાઓથી રાહત મેળવી શકે છે. જાણો મધના પાણીના ફાયદા.

ગળાનું ઇન્ફેકશન ઘટાડે છે

મધનું પાણી દરરોજ પીવાથી શરદી,ખાંસી,શરદી અને તાવ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.તેનાથી ગળામાં રહેલા બેક્ટેરિયાને ખત્મ  કરે છે અને ઇન્ફેકશન દૂર કરે છે. કોરોના કાળમાં દરરોજ મધનું પાણી પીવું જોઈએ. ખાસ કરીને સવારે ખાલી પેટ અને રાત્રે સૂવાના સમયે. તેમાં હાજર એન્ટીઓક્સિડેંટસ શરીરને આ સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે.

શ્રેષ્ઠ ઈમ્યુનિટી બુસ્ટર તરીકે કરે છે કાર્ય

સવારે નવશેકા પાણીમાં મધ ભેળવીને ખાલી પેટ પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તે એક ઉત્તમ પ્રતિરક્ષા બૂસ્ટર તરીકે કાર્ય કરે છે અને શરીરને અનેક રોગોથી સુરક્ષિત કરે છે. મધના પાણીથી તણાવ પણ ઓછો થાય છે

પાચનક્રિયા તંદુરસ્ત બંને છે 

આયુર્વેદમાં પેટને બધા રોગોનું મૂળ માનવામાં આવે છે. તો આજકાલ, મોટાભાગના લોકો માટે યોગ્ય ખોરાકની અછતને કારણે પેટની સમસ્યાઓ યથાવત રહે છે અને તે સખ્ત અને ફૂલેલું દેખાય છે. મધનું પાણી પેટની બધી સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક છે. તે પાચનતંત્રને સ્વસ્થ બનાવે છે,તેનાથી ગેસ,એસિડિટી અને અપચો વગેરેની સમસ્યાઓ દૂર કરે છે. આ સિવાય તે કબજિયાતની સમસ્યાને દૂર કરે છે અને પેટને સાફ રાખે છે. પેટ સાફ રહેવાથી અનેક બીમારીઓ દૂર થાય છે.