હોંગકોંગઃ દુર્લભ ગુલાબી હિરો લગભગ 58 મિલિયન ડોલરમાં વેચાયો
નવી દિલ્હીઃ હોંગકોંગમાં એક દુર્લભ ગુલાબી હીરો લગભગ 58 મિલિયન ડોલર એટલે કે 5 કરોડ 80 લાખમાં વેચાયો હતો, જેણે કોઈપણ હીરા અથવા રત્ન માટે હરાજીમાં ચૂકવવામાં આવતી કેરેટ દીઠ કિંમતનો રેકોર્ડ બનાવ્યો હતો. 11.15-કેરેટ વિલિયમસનના પિંક સ્ટારે હોંગકોંગની કરન્સીમાં 453.2 મિલિયનની એટલે કે 57.7 મિલિયન ડોલરની કમાણી કરી હતી. જે કોઈપણ દાગીનાની હરાજીમાં ચૂકવવામાં આવેલી બીજી સૌથી વધુ કિંમત હોવાનું જાણવા મળે છે.
બોકા રેટોન, ફ્લોરિડાના એક અજ્ઞાત વિજેતા ગ્રાહક દ્વારા બિડ અંદાજિત 21 મિલિયન ડોલરની વેચાણ કિંમત કરતાં બમણી હતી. આ પથ્થર હરાજીમાં વેચવામાં આવેલો બીજો સૌથી મોટો ગુલાબી હીરો હતો. ગુલાબી હીરા એ કિંમતી રત્નોમાં સૌથી દુર્લભ છે અને વૈશ્વિક બજારમાં સૌથી વધુ માંગ છે. ગુલાબી હીરા માટેનો વિશ્વ વિક્રમ 2017 માં સ્થાપિત થયો હતો જ્યારે CTF પિંક સ્ટાર તરીકે ઓળખાતા પથ્થરનું હોંગકોંગમાં 71.2 મિલિયન ડોલરમાં વેચાણ થયું હતું.
વિલિયમસન પિંક સ્ટારનું નામ અન્ય બે ગુલાબી હીરાના નામ પરથી રાખવામાં આવ્યું હતું, રેકોર્ડ સેટિંગ સીટીએફ પિંક સ્ટાર અને વિલિયમસન સ્ટોન, 1947માં રાણી એલિઝાબેથ II ને લગ્નની ભેટ તરીકે આપવામાં આવેલ 23.6 કેરેટનો હીરો છે.