અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં પૂરઝડપે પસાર થતી જીપકારે એક રાહદારીને અડફેટે લેતા તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાની પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. મૃતકના મિત્ર સાથે પત્નીને આડોસંબંધ હતો. જેથી પરિણીતાએ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું. એટલું જ નહીં હત્યા કરવા માટે રૂ. 10 લાખની સોપારી આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આમ કોન્ટ્રાક્ટ કિલીંગની ઘટના સામે આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે મહિલા અને તેના પ્રેમીને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
મૃતકની પત્ની શારદાબેન અને નિતીન પ્રજાપતિ વચ્ચે 2 વર્ષથી આડા સંબંધો હતા. નિતિનભાઇ પ્રજાપતિ અને શૈલેષભાઇ બંને એક જ ગામના હતા જેથી બંનેને એકબીજાના ઘરે આવવા જવાના સંબંધો હતો. આ સંબંધો દરમિયાન નિતીન પ્રજાપતિ અને મરણ પામનારની પત્ની સ્વાતિને એકબીજા સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા.આ સિવાય જમીન લે-વેચ ધંધામાં છેલ્લા એક-બે વર્ષથી ભાગીદાર બન્યા હતા. જેથી કોઇ રોક ટોક વગર નિતીન પ્રજાપતિ અવારનવાર શૈલેષભાઇના ઘરે આવતો હતો. જોકે શૈલેષભાઇને પત્ની અને નીતિન પ્રજાપતિના આડા સંબંધની જાણ થઇ ગઇ હતી. જેથી પત્ની સાથે તેમના અવારનવાર ઝઘડા થવા લાગ્યા હતા અને શારદાબેન અને નિતિન પ્રજાપતિનુ મળવાનુ પણ બંધ થઇ ગયુ હતુ.