બેંગ્લોરમાં હોસ્પિટલની બેદરકારીઃ દોઢ વર્ષ પહેલા કોરોનામાં મૃત્યુ પામેલા બે દર્દીઓના મૃતદેહ મળ્યાં
મુંબઈઃ કર્ણાટકના બેંગ્લોરની એક હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગભગ દાઢ વર્ષ પહેલા કોરોનાની પ્રથમ લહેરમાં મૃત્યુ પામેલી બે વ્યક્તિઓની લાશ શબઘરમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. જે તે વખતે મૃતકોના પરિવારજનોને મૃતદેહ આપવામાં આવ્યો ન હતો અને તંત્ર દ્વારા તેમના અંતિમ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યાંનું જે તે વખતે પરિવારજનોને જણાવ્યું હતું. જો કે, દોઢ વર્ષ બે મૃતદેહના અવશેષ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. એટલું જ નહીં જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લગભગ દોઢ વર્ષ પછી બેંગલુરુની ESI હોસ્પિટલના શબઘરમાં બે મૃતદેહ સડેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બંનેનું મૃત્યુ ગયા વર્ષે જુલાઈમાં કોરોનાના પ્રથમ લહેર દરમિયાન થયું હતું. તંત્ર દ્વારા જે તે વખતે તેમના પરિવારજનોને અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યાનું જણાવ્યું હતું. જો કે, તેમના અંમિત સંસ્કાર કર્યા વિના જ શબઘરમાં જ રાખી મુકવામાં આવી હતી. આ ગંભીર બાબતને લઈને પરિવારજનોએ નારાજગી વ્યક્ત કરી છે. આ મૃતદેહોના અગ્નિસંસ્કાર તેમના ઘરવાળાઓએ કરવાના હતા, પરંતુ મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટી દ્વારા તેમના અંતિમ સંસ્કારની પુષ્ટિ કરી દીધી હતી.
મૃતકની બહેને કહ્યું, “મારા ભાઈનું કોવિડ -19 થી મૃત્યુ થયું હતું, તેથી તેણે અમને લાશ ન આપી, અમે ઘરે પાછા આવ્યા. બેંગલુરુ મહાનગર પાલીકાએ અમને જણાવ્યું કે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યુ છે. 15 મહિના પછી હવે એક ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા નથી.” ગયા વર્ષે જુલાઈમાં કોવિડના મૃત્યુ પછી દુર્ગા અને મુનિરાજુના નશ્વર અવશેષોને ESI હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે સફાઈ દરમિયાન મૃતદેહોની ખબર પડી હતી. જેથી હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો.