1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરાયું
ગુજરાતમાં પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરાયું

ગુજરાતમાં પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરાયું

0
Social Share

અમદાવાદઃ પ્રવાસન ક્ષેત્રના વિકાસ થકી વધુ રોજગારી ઉપલબ્ધ કરાવવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરનાર ગુજરાત એ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે તેમ, ગાંધીનગરથી ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.

મંત્રી કહ્યું હતું કે, પ્રવાસનના ક્ષેત્રમાં ગુજરાતે ખૂબ ઊંચી ઉડાન ભરી છે, આજથી  20 વર્ષ પહેલાં ભારતના પ્રવાસનના નકશામાં ગુજરાતનું ક્યાંય નામો-નિશાન નહોતું ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે જેના પરિણામ સ્વરૂપે આજે વિશ્વભરમાં ગુજરાત પ્રવાસન ક્ષેત્રે મૈત્રી પૂર્ણ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસનને એક મિશન મોડ તરીકે લેવા કરેલા અનુરોધના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ વર્ષે 2023-24ના ગુજરાત બજેટમાં પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ રૂ. 2077 કરોડની જોગવાઈ એટલે કે ગત વર્ષ કરતા પ્રવાસન બજેટમાં 346 ટકાનો વધારો કર્યો છે.

પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે, ‘આતિથ્યમ’ ડેશબોર્ડમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ, પ્રવાસન સ્થળોની કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી તેની માહિતી પણ એકત્ર થશે એટલું જ નહિ, ડેશબોર્ડના માધ્યમથી પ્રવાસીઓની ઉંમર, ઘરેલુ કે આંતરરાષ્ટ્રીય પ્રવાસી, પ્રવાસનો હેતુ, કેટલા દિવસ કે રાત્રિ રોકાણ કર્યું તેની વિગતો પણ ઉપલબ્ધ થશે. સચોટ આંકડાકીય વિગતો પ્રાપ્ત થવાને પરિણામે પ્રવાસન સ્થળોને વધુ વિકસિત કરવા માટે વિવિધ પ્રકારની યોજના, પ્રવાસી સુવિધાઓ વિકસાવવા તેમજ પ્રોજેક્ટ નિર્ધારિત કરવામાં ગુજરાત સરકારને વધુ સરળતા રહેશે. ગુજરાતના GSDPમાં પ્રવાસન ક્ષેત્રના યોગદાન વિશે ચોક્કસ માહિતી પણ પ્રાપ્ત થશે.

મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ‘ગુજરાત’ ચાર અક્ષરનો આ શબ્દ આજે વિકાસનાં નકશામાં કંઈક અલગ ભાત પાડી રહ્યો છે. ગુજરાતની શ્રેષ્ઠતા, ગુજરાતનું ગૌરવ અને ગુજરાતનો વિકાસ આ ત્રિવેણી સંગમ ગુજરાતની ગરિમાની આગવી ઓળખ છે. ગુજરાતે ટુરિઝમ સેક્ટરમાં અનેક નવી પહેલ કરી છે. ટુરિઝમ પોલિસી અને હેરિટેજ ટુરિઝમ પોલિસીનો નવો કન્સેપ્ટ ગુજરાતે દેશને આપ્યો છે એટલું જ નહિ, હોમ સ્ટે પોલિસી દ્વારા ગ્રામ્યવિસ્તારમાં રોજગારીની તકોમાં વધારો થયો છે. ટુરિઝમ સેક્ટરે રાજ્યની અર્થવ્યવસ્થાને નવું બળ પૂરું પાડ્યું છે. ગુજરાત સરકાર ‘વોકલ ફોર લોકલ’ અંતર્ગત વણ ખેડાયેલા પ્રવાસન ધામોને વિકસાવી રોજગારીની વિપુલ તકો ઉભી કરી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code