લખનૌઃ ચીન સહિતના દુનિયાના અનેક દેશો કોરોનાનો સામનો કરી રહ્યાં છે. કોરોનાના ભયને પગલે ભારત સરકાર પણ સફાળી જાગી છે અને અગમચેતીના પગલા લઈ રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં હોસ્પિટલમાં માસ્ક વિના પ્રવેશ નહીં આપવા માટે સીએમ યોગી સરકાર વિચારી રહી છે.
ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે જણાવ્યું હતું કે, અમે તમામ ભીડવાળી જગ્યાએ લોકોને માસ્ક વિના જવાની સુચના આપી છે. તેમજ લોકોને હોસ્પિટલમાં લોકોને માસ્ક વિના નહીં જવાનો નિર્દેશ કર્યો છે, તેમજ આ અંગે વિચારણા ચાલી રહી છે. કોરોનાને પગલે ઉત્તરપ્રદેશની હોસ્પિટલમાં તૈયારીઓ કરવામાં આવી છે. હોસ્પિટલમાં ઓક્સિજન અને જરૂરી દવાનો સ્ટોકને લઈને પણ સરકાર દ્વારા નિર્દેશ કરવામાં આવ્યાં છે.
કોરોનાને ભયને પગલે દેશના મોટાભાગના રાજ્યોમાં આવેલા એરપોર્ટ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારમાં કોરોનાની ટેસ્ટીંગ માટે કામગીરી કરવામાં આવી રહી છે.