Site icon Revoi.in

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું – ગરમીની સિઝન આવતા જ લીંબુના ભાવ પ્રતિ કિલો 250 રુપિયાને પાર

Social Share

દિલ્હીઃ- દેશભરમાં ઉનાળાની સિઝન શરુ થઈ ચૂકી છે, વઘતી ગરમીના કારણે લોકો ત્રાહિત્રામ પોકારી ઉઠ્યા છે ત્યારે ગરમીની સીધી અસર ગ-હિણીના બજેટ પર પડેલી જોવા મળી છે,શાકભાજીના ભઆવ આસમાનને આંબી રહ્યા છે જેમાં લીબુંના ભાવ મહત્તમ 300 કિલોની સપાટીઓ પડોચ્યા છે.

લીબું એવું શાકભાજી છે કે ગરમીમા તેનો વધુ વપરાશ થાય છે ત્યારે આજ સ્થિતિમાં લીબુંના ભાવ વધતા લોકો હેરાન થી રહ્યા છે, જે લીબું મહિના પહેલા રૂ.60 પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા તે લીંબુ આજે રૂ.300 સુધી પહોંચી ગયા છે. 

લીંબુ છૂટક બજારમાં 70 રુપિયાના 250 ગ્રામ મળી રહ્યા છે, એમા શાકભાજીની મોટી દુકાન ઘરાવતા દુકાનદારો 20 રુપિયાના છૂટ લીંબુ આપવા મનાઈ રહી રહ્યા છે,એટલે કે ગૃહિણીઓએ ઓછામાં ઓછા 250 ગ્રામ તો લેવાજ પડે છે, જેના માટે 70 રુપિયા જેવી રકમ ચૂકવવી પડતી હોય છે

ઘણા શાકભાજી વિક્રેતાઓના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે લીંબુના પાકને ઘણું નુકસાન થયું છે. ઓછા ઉત્પાદન વચ્ચે ગરમીની વહેલી શરૂઆત થવાને કારણે તેની માંગમાં રેકોર્ડ તોડીને વધારો થયો છે. 

હાલ બીજી તરફ રમઝાનનો અને ઉપવાસનો મહિનો ચાલી રહ્યો છે આ સમયગાળઆ દરમિયાન મોટા ભાગે લીંબુનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે.આ સાથે જ જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે તે રીતે માલવાહક ચાર્જમાં પણ વધારો થયો છે.