ગૃહિણીઓનું બજેટ ખોરવાયું – ટામેટાના ભાવ ફરી એક વખત 70 રુ કિલોને પાર પહોંચ્યા
- ટામેટાના ભાવ આસમાને પહોચ્યા
- પ્રતિ કિલો ટામેટા 70 રુપિયાથી વધુ
દિલ્હીઃ- દેશભરમાં એક બાજુ દિવાળી જેવો મોટો તહેવાર આવી રહ્યો છે તો બીજી તરફ સામાન્ય લોકોના બજેટ પર ભાર પડ્યો છે, પીએનજી અને સીએનજીના ભાવ વધારાની સાથે હવે ઘરમાં રોંજીદા વપરાશમાં લેવાતા શાકભાજી એવા ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે.
હવે શાકભાજીના ભાવે સામાન્ય માણસનું બજેટ બગાડ્યું છે. ટામેટાના ભાવ 50 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. તો ત્યાં એક કિલો રીંગણ 80 રૂપિયામાં વેચાઈ રહ્યા છે.ટામેટા થોડા દિવસ પહેલા 40 રુપિયે પ્રતિ કિલો મળી રહ્યા હતા વિતેલા દવિસથી ટામેટા 70 થી 80 રુપિયે કિલો મળી રહ્યા છે.
આ સાથે જ લીલા વટાણાના ભાવ પ્રતિ કીલો 300 થી 400 પર પહોચી ચૂક્યા છે,400 રુપિયાના 100 ગ્રામ વટાણા શાક માર્કેટમાં મળતા થયા છે,ભર તહેવારોએ ભાવ વધવાની સાથે અનેક લોકોનું બજેટ ખોરવાયું છે.
ભાવ વધવાનું મુખ્ય કારણ વરસાદ છે. ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે મંડીઓની સપ્લાય ચેઈનને અસર થઈ છે. પુરવઠો માંગને સંતોષતો નથી. આ સિવાય માલસામાનની અવરજવરમાં લાગેલી ટ્રેનોએ ભાડામાં વધારો કર્યો છે. જેની અસર પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે.આ સાથે જ કેટલાક પાકને કમોસમી વરસાદના કારણે નુકશાન થયું છે જેની અસર શાકભઆજીના ભાવ વધારા પર જોવા મળી રહી છે.