Site icon Revoi.in

ગૃહિણીઓનું બજેટ ખોરવાયું – ઉનાળાની શરુઆત સાથે જ શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો

Social Share

 

અમદાવાદઃ- એક બાજુ ઉનાળાની ભરપુર સિઝન શરુ થઈ ચૂકી છે, ગરમીએ માજા મૂકી છે તો બીજી તરફ રોજીંદા ખોરાકમાં વપરાતા શાકભાજીની કિંમતો વધી છે, વધતી જતી મોંધવારી વચ્ચે હવે શાકભાજીના વધેલા ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.જે શાકભાજી થોડા દિવસો પહેલા 30 થી 40 રુપિયે કિલો મળી રહ્યા હતા આજે તેના બમણા ભાવ જોવા મળી રહ્યા છે.તો કેટલાક શાકભાજીમાં 10થી 20 રુપિયાનો વધારો નોંધાયો છે.જ્યારે લીલાઘાણા શાકભાજી વાળઆ ફ્રીમાં આપતા બંધ થયા છે.લીલા ધણાના ભાવ પમ 80 થી 100 રુપિયે કિલો પર પહોંચ્યા છે.

રોજીંદા વપરાશમાં લેવાતા લીલા મરચા સામાન્ય રીતે 40 થી 50ના કિલો હતા ત્યારે હવે મચરા 100 રુપિયે કિલો મળી રહ્યા છે, એક બાજૂ પાપળ, અથાણા ચટાકાઓ બનીને ભરાવાની સિઝન છે ત્યારે લીલા મરચા દરેક વસ્તુઓમાં વપરાશમાં લેવાય છે જેને લઈને ગૃહિણીઓ ચિંતામાં જોવા મળી છે.

તો બીજી તરફ ઉનાળામામં મોટા પ્રમાણમાં લીબુંનો ઉપયોગ વધુ થાય છે ત્યારે લીબું 160 રુપિયે કિલો વેચાઈ રહ્યા છે, આ સાથે જ કોબીજ, ભીંડા, રિંગણ, વટાણા, ટિંડોળા, દૂધી, કેપ્સિકમ મરચા  વગેરે જેવા તમામ શાકભાજીના ભાવો વધી ચૂક્યા છે. આ સાથે જ  આદુના ભાવ પણ ફરી બમણા થયા છે,આદુ સામાન્ય દિવસોમાં 80 રુપયે કિલો મળી રહ્યું હતું હવે તેના ભાવ  પ્રતિ કિલો દીઠ 160 જેટલા થઈ ચૂક્યા છે.