1. Home
  2. ગુજરાતી
  3. ઓસામા બિન લાદેનનો ખાત્મો બોલાવવા માટે અમેરિકાએ કહ્યું હતુ ખાસ ઓપરેશન…
ઓસામા બિન લાદેનનો ખાત્મો બોલાવવા માટે અમેરિકાએ કહ્યું હતુ ખાસ ઓપરેશન…

ઓસામા બિન લાદેનનો ખાત્મો બોલાવવા માટે અમેરિકાએ કહ્યું હતુ ખાસ ઓપરેશન…

0
Social Share

દિલ્લી: તો વાત છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા મે 2009માં સિચ્યુએશન રૂમમાં બેઠક પૂર્ણ થયા બાદ કેટલાક સલાહકારોને લઈને વ્હાઈટ હાઈસમાં ઓવલી ઓફિસ લઈ ગયા હતા જ્યાં દરવાજો અંદર બંધ કરી લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ રાહમ ઈમેનુઅલ, સીઆઈએના ડાયરેક્ટર લિયોન પનેટા અને ઉપ રાષ્ટ્રીય સુરક્ષા લવાહકાર ટોમ ડાનિલન સામેલ હતા. ઓબામાએ અધિકારીઓને કહ્યું હતું કે, ઓસામા બિન લાદેનની શોધખોળને પ્રાથમિકતા આપવામાં આવે અને 30 દિવસમાં આ અભિયાનનો પ્રગતિ રિપોર્ટ આપવામાં આવે.

બરાક ઓબામાએ પોતાની આત્મકથા અ પ્રોમિસ્ડ લેન્ડમાં લખ્યું છે કે, 9/11ની નવમી વરસીના એક દિવસ પહેલા સીઆઈએના ડાયરેક્ટર લિયોન પનેટા અને માઈક મોરેલે મને મળવા માટે સમય માંગ્યો હતો. લિયોને કહ્યું હતું કે, ઓસોમા બિન લાદેન અંગે આપણને પ્રાથમિક સુરાગ મળ્યો છે. આપણા જાસુસોએ અબુ અહમદ અલ કુવૈતી નામના એક શખ્સનો શોધ્યો છે. જે અલ-કાયદા માટે સંદેશાવાહકનું કામ કરે છે અને તેના લાદેન સાથે નજીકના સંબંધ છે. આપણા જાસુસો તેના ફોન અને રોજની ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યાં છે. આપણને તે પાકિસ્તાનના ઈસ્લામાબાદથી 35 કિમી દૂર અબટાબાદ શહેર નજીક એક યાર્ડ સુધી લઈ ગયો હતો. આ વિસ્તાર અને તેના આકાર પરથી એવું લાગી રહ્યું છે કે, અહીં અલ-કાયદાનો કોઈ મોટો શખ્સ છુપાયો છે. બે મહિના બાદ 14મી ડિસેમ્બર 2009ના રોજ લિયોન અને માઈક ફરી એકવાર બરાક ઓબામાને મળ્યાં હતા. આ મુલાકાતમાં તેમની સાથે સીઆઈએના અધિકારી સહિત બે વ્યક્તિઓ હતી. આ બંને અધિકારીઓએ ઓબામાને પાકિસ્તાનના એબટાબાદ નજીક આવેલા યાર્ડની માહિતી આપી હતી.

સીઆઈએના પૂર્વ ડાયરેટર લિયોન પનેટાએ પોતાની આત્મકથા વર્દી ફાઈટ્સમાં લખ્યું છે કે, આ યાર્ડ આસપાસના પ્લોટમાં સૌથી મોટો હતો. આ પ્લોટના માલિક ઈબ્રાહિમ અને તેનો ભાઈ હતી. જો કે, આર્થિક હાલત જોઈને તેઓ આટલા પ્લોટના માલિક લાગતા ન હતા. એટલું જ નહીં માલિક હોવા છતા ઈબ્રાહિમ ભવનના મુખ્ય હિસ્સામાં રહેવાના બદલે તેઓ યાર્ડના અંદર આવેલા ગેસ્ટ હાઉસમાં રહેતા હતા. આ ભવન ત્રણ માળની હતી. ઉપરના માળ એક બાલ્કની હતી. જો કે, આ બાલ્કની એક દિવાલની કવર કરવામાં આવી હતી. આ ઘરમાં કોઈ ઈન્ટરનેટ ન હતું. તેમજ લેન્ડલાઈન ફોન પણ ન હતો. અમારી તપાસમાં માલુમ પડ્યું હતું કે, ક્યારેક ક્યારેક એક શખ્સ ઘરની બહાર નીકળીને યાર્ડની અંદર ચાલતો હતો. તેને અમે ધ પેસર નામથી ઓળખતા હતા. આ ઘર પાસે કચરો ઉઠાવાવાળા આવતા હતા. જો કે, અહીં રહેનારા લોકો કચરો યાર્ડમાં જ સળગાવતા હતા. સીઆઈએના જાસુસોનું માનવું હતું કે, ધ પેસર ઓસામા બિન લાદેન હોઈ શકે છે.

ઓબામાનું માનવું હતું કે, પાકિસ્તાનની સરકાર અમેરિકાને સહયોગ આપી રહી છે પરંતુ પાકિસ્તાનની સેના અને જાસુસી એજન્સીના કેટલાક લોકો તાલિબાન અને કદાચ અલ-કાયદા સાથે સહાનુભુતી ધરાવે છે. તેમજ આ યાર્ડ પાકિસ્તાનની મિલિટરી એકેડમીથી ખુબ જ નજીક હોવાથી તેની સંભાવનાઓ વધારે હતી. તેમજ આ અંગે પાકિસ્તાન સરકારને જાણ કરવામાં આવે તો અમેરિકાના શંકાના દાયરામાં રહેલા શખ્સો સુધી આ વાત પહોંચી જવાની શક્યતા હતી.

ઓબામાએ પોતાના પુસ્તમાં લખ્યું છે કે, અમારી પાસે બે વિકલ્પ હતા. પહેલો વિકલ્પ યાર્ડને હવાઈ હુમલાથી નાશ કરી નાખીએ. આ હુમલામાં પાકિસ્તાનની ધરતી ઉપર કોઈ અમેરિકીનું મોત થવાનું જોખમ ખુબ ઓછું હતું. તેમજ નુકસાન એ હતું કે, અમેરિકી સુરક્ષા યાર્ડને નાસ કરવામાં નિષ્ફળ જાય તો કેવી રીતે સાબિત કરવું કે અંદર લાદેન હતો. તેમજ કેવી રીતે કન્ફર્મ કરીશું કે, હુમલામાં માર્યો ગયેલો શંકાસ્પદ વ્યક્તિ લાદેન જ હતો. તેમજ બીજો ખતરો એ હતો કે, યાર્ડની આસપાસ રહેતા લોકોના પણ મૃત્યુ થઈ શકે છે. જેથી જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફને કહ્યું હતું કે, આ અભિયાનને મંજૂરી આપી ન શકાય. જેમાં 30-40 લોકોના મૃત્યુની શકયતા હોય, કારણ કે, લાદેન અંદર રહે છે કે કેમ તેની 100 ટકા ખાતરી ન હતી.
ઓબામાએ પુસ્તમાં વધારે લખ્યું છે કે, અમારી પાસે બીજો વિકલ્પ હતો કે, હું સ્પેશિયલ ઓપ્સ મિશનની મંજૂરી આપું. જેમાં ગણતરીના જવાનો હેલિકોપ્ટરથી પાકિસ્તાનમાં પ્રવેશ કરીને યાર્ડ ઉપર ઝડપથી હુમલો કરે, જેથી પાકિસ્તાનની પોલીસ અને સેનાને તેની પ્રતિક્રિયા આપવનો સમય ન મળે. આ માટે વાઈસ એડમિરલ વિલિયમ મેકરેવનને બોલાવ્યાં હતા. તેઓ આ હુમલો કેવી રીતે કરવો તે અંગે માહિતગાર કરે.

સેટેલાઈટની મદદથી લેવામાં આવેલા ફોટોના આધારે સીઆઈએને એબટાબાદ યાર્ડનું થ્રી ડાયમેંશનલ પ્રતિરૂપ બનાવ્યું હતું. જેના આધારે મેકરેવને ઓબામાને હુમલા અંગે સમજાવ્યાં હતા. તેમજ નક્કી કરવામાં આવ્યું કે, સિલ્કના પસંદ કરેલા સૈનિકો અફઘાનિસ્થાનથી એક અથવા બે હેલિકોપ્ટર મારફતે રાતના અંધારામાં ઉડાન ભરીને પાકિસ્તાનમાં નક્કી કરવામાં આવેલા યાર્ડ ઉપર લેન્ડ કરશે. તા. 29મી માર્ચના રોજ બોલવવામાં આવેલી બેઠકમાં ઓબામાએ મેકરેવનને પૂછ્યું હતું કે, પાકિસ્તાનના લડાકુ વિમાન આપણા હેલિકોપ્ટરને પ્રવેશતા અને બહાર નીકળતા ઈન્ટરસેપ્ટ કરશે તો આપણે શું કરીશું. તેમજ લાદેન યાર્ડના કોઈ સેફ રૂમમાં છુપાયેલો હોય અને આપણી ટીમને તેને શોધવામાં નિર્ધારિત સમય કરતા વધારે સમય લાગે તો આપણે શું કરીશું. એટલું જ નહીં હુમલા સમયે પાકિસ્તાન સૈનાએ યાર્ડને ચારેય તરફથી ઘેરી લીધું તો આપણું શુ સ્ટેપ હશે.

ઓબામાએ પુસ્તકમાં લખ્યું છે કે, એડમિરલ મેકરેવને પાકિસ્તાન સૈના સાથે ઘર્ષણથી બચવાની યોજના બનાવી હતી તેમજ પાકિસ્તાન સેનાએ આપણે ઘેરી લેશે તો પણ સીલ્સ યાર્ડ ઉપર કબજો નહીં છોડીએ. આ સમયગાળામાં આપણા રાજકીય નેતાઓ જવાનોને સુરક્ષિત બહાર નીકળવા માટે પાકિસ્તાન સરકાર સાથે વાતચીત શરૂ કરી દેશે. આ દરમિયાન જ હોસ કાર્ટરાઈટને વધુ એક વિકલ્પ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ઘ પેસર જ્યારે વોક કરવા નીકળે ત્યારે ડ્રોનની મદદથી 13 પાઉન્ડની એક મીસાઈલ યાર્ડ ઉપર છોડવામાં આવે. જો કે, ઓબામાએ કોઈ પણ વિકલ્પ માટે હા ન હતી કહી, જો કે, કહ્યું હતું કે, યોજના બનાવવા માટે એવુ માનીને ચાલો કે મારી હા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code