જાંબુ એક સ્વાદિષ્ટ ફળ છે.વરસાદની સિઝન શરુ થતા જ બજારમાં જાંબુનું વેચાણ શરુ થઇ જાય છે.તે ઔષધીય ગુણોથી ભરપૂર છે.જાંબુ અનેક રોગમાં હિતકારી છે. જાંબુના સેવનથી અનેક બીમારીઓમાંથી રાહત મળે છે.ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જાંબુ ઉત્તમ છે. ઉપરાંત ચહેરા પર ડાઘ ઘબ્બા થઇ જતાં હોય તો પણ જાંબુનું સેવન ઉત્તમ છે.જાંબુમાં મોજૂદ આયરન લોહીને શુદ્ધ કરીને ત્વચાને કાંતિમય બનાવે છે.જાંબુના સેવનથી વજન પણ ઘટાડી શકાય છે.તો જાંબુથી કેવી રીતે વજન ઘટાડી શકાય.જાણો આ પદ્ધતિઓ વિશે..
તમે વજન ઘટાડવા અનેક નુસખા અજમાવ્યા હશે પરંતુ શું તમે જાણો છો કે જાબું ખાવાથી વજન પણ ઘટાડી શકાય છે.તમારે ફક્ત જાંબુનું રોજ ખાલી પેટ ફળની જેમ સેવન કરવાનું છે. સવારે ઉઠ્યા પછી ખાલી પેટે 5થી 6 બેરી ખાઓ.
જાંબુને ફળ તરીકે ન ખાવું હોય તો તેના બદલે તમે તેને જ્યુસ તરીકે પી શકો છો. દરરોજ ગમે ત્યારે એક ગ્લાસ જાબુંનો રસ પીવો.આ પીધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ લાગશે નહીં, જેથી તમે ખાવાની લાલસાથી બચી શકશો.
જાંબુની સ્મૂધી પણ બનાવી શકો છો.આ સ્મૂધીનો ફાયદો એ છે કે તે તમને દિવસભર ઉર્જાવાન તો રાખશે જ સાથે જ ડાયાબિટીસ જેવી સમસ્યા પણ તમારાથી દૂર રહેશે. ધ્યાન રાખો કે તમારે જાંબુના દાણા કાઢીને સ્મૂધી બનાવવાની છે. આ સિવાય તમે તેને દૂધ સાથે ખાઈ શકો છો. જો તમે ઈચ્છો તો તેમાં મધ, ગુલાબના પાન અને બરફ પણ ઉમેરી શકો છો.
ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુના બીજનો પાવડર દવા તરીકે કામ કરે છે, પરંતુ તે વજન ઘટાડવામાં પણ શ્રેષ્ઠ છે.જાંબુના બીજને સૂકવીને પાવડર બનાવવાનો છે અને દરરોજ સવારે ગરમ પાણીમાં એક ચમચી પાવડર નાખીને પીવો. થોડા દિવસોમાં તમને ફરક દેખાશે.