કેવી રીતે ઈન્દિરા ગાંધીએ શ્રીલંકાને આપ્યો હતો કચ્ચાથીવૂ ટાપુ? આરટીઆઈમાં જવાબ આવ્યો સામે
નવી દિલ્હી: કચ્ચાથીવૂ ટાપુનો મુદ્દો લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર સામે આવ્યો છે. વિધાનસભા ચૂંટણીથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટાપુનો ઉલ્લેખ કર્યો હતો. આઝાદી બાદ પણ જમીનનો આ ટુકડો ભારતના આધીન હતો, પરંતુ શ્રીલંકા તેના પર દાવો કરતું હતું. 1974માં થયેલી એક સમજૂતી હેઠળ તત્કાલિન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ આ ટાપુની શ્રીલંકાને સોંપણી કરી હતી. હિંદ મહાસાગરમાં કચ્ચાથીવૂ ટાપુ ભારતના દક્ષિણી છેડા પર શ્રીલંકાની નજીક આવેલો છે. આ ટાપુ પર જ્વાળામુખી વિસ્ફોટોને કારણે કોઈ રહેતું નથી. જો કે તેના પર સંપૂર્ણ નિયંત્રણ શ્રીલંકાનું છે. આ ટાપુ પર ચર્ચ છે. મહત્વની વાત એ છે કે આ ટાપુ માછીમારો માટે ઘણો ઉપયોગી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, તમિલનાડુમાં ભાજપ અધ્યક્ષ કે. અન્નમલાઈએ આરટીઆઈ દ્વારા આ ટાપુને સોંપવાને લઈને દસ્તાવેજ પ્રાપ્ત કર્યા છે. દસ્તાવેજ મુજબ આ ટાપુ ભારતથી 20 કિલોમીટર દૂર છે અને તેનો આકાર 1.9 કિલોમીટરનો છે. ભારતની આઝાદી બાદથી જ શ્રીલંકા એટલે કે કે ત્યારનું સીલોન તેના પર દાવો કરવા લાગ્યું હતું. 1955માં સીલોનની નૌસેનાએ આ ટાપુ પર યુદ્ધાભ્યાસ કર્યો. તો ભારતીય નૌસેનાને યુદ્ધાભ્યાસ કરવાથી રોકી દેવામાં આવી હતી.
ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ એકવાર સંસદમાં કહ્યુ હતુ કે હું ઈચ્છતો નથી કે આ ટાપુનો મુદ્દો વારંવાર સંસદમાં સાંભળવા મળે. માટે અમે તેના પરથી આપણા દાવાને છોડવામાં સંકોચ નહીં કરીએ. ત્યારના કોમનવેલ્થ સેક્રેટરી વાઈડી ગુંદેવિયાએ એક નોટ તૈયાર કરી હતી. તેને 1968માં સલાહકાર સમિતિએ બેકગ્રાઉન્ડર તરીકે વાપરી હતી.
હકીકતમાં 17મી સદી સુધી આ ટાપુ મદુરઈના રાજા રામનદની જમીનદારીને આધીન હતો. જો કે બ્રિટિશ હુકૂમત દરમિયાન તે મદ્રાસ પ્રેસિડેન્સીને આધીન આવી ગયો. આ ટાપુનો ઉપયોગ માછીમારો કરતા હતા. તો આ ટાપુને લઈને હંમેશા તણાવ બનેલો રહ્યો હતો. તેના પછી 1974માં બંને દેશોની વચ્ચે બેઠકો થઈ હતી. પહેલી બેઠક કોલંબોમાં અને બીજી નવી દિલ્હીમાં થઈ હતી. તેના પછી ઈન્દિરા ગાંધીએ એક પ્રકારે ટાપુ ગિફ્ટમાં શ્રીલંકાને આપી દીધો હતો. જ્યારે બેઠક થઈ તો ભારતે આ ટાપુ પર પોતાના અધિકારને ળઈને ઘણાં પુરાવા પણ રજૂ કર્યા હતા. તેમાં રાજા નામનદના અધિકારનો પણ ઉલ્લેખ હતો. તો શ્રીલંકા આ પ્રકારનો કોઈ દાવો રજૂ કરી શક્યું ન હતું.
તેમ છતાં વિદેશ સચિવે કહ્યુ હતુ કે શ્રીલંકાનો દાવો પણ મજબૂત છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે ટાપુ જફનાપટ્ટનમનો હિસ્સો હતો. ભારતની સર્વે ટીમ સ્વીકાર કરે છે કે મદ્રાસ એ જમાવ્યું નથી કે રામનદના રાજાની પાસે તેના ઓરિજનલ ટાઈટલ હતા. આ ટાપુને સોંપવા માટે સમજૂતી કરવામાં આવી કે માછીમાર પોતાની જાળ સુકવવા માટે આ ટાપુનો ઉપયોગ કરી શકે છે. તેના સિવાય આ ટાપુ પર ચર્ચમાં ભારતીય વગર વીઝાએ આવન-જાવન કરી શકશે. 1976માં થેયલી એક અન્ય સમજૂતીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય માછીમાર માછલી પકડનારા જહાજને લઈને શ્રીલંકાના એક્સ્લૂઝિવ ઈકોનોમિક ઝોનમાં જઈ શકશે નહીં. તેના પછી વિવાદ ઘણો ભડક્યો હતો.
ટાપુને શ્રીલંકાને સોંપવા દરમિયાન તત્કાલિન મુખ્યમંત્રી એમ. કરુણાનિધિએ વિરોધ કર્યો હતો. તો 1991માં તમિલનાડુની વિધાનસભામાં આ ટાપુને ભારતમાં મિલાવવાના પ્રસ્તાવ પણ પારીત કરાયા હતા. તેના પછી 2008માં જયલલિતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે કોઈપણ બંધારણીય સંશોધન વગર ભારત સરકારે પોતાનો ટાપુ અન્ય કોઈ દેશને કેવી રીતે સોંપ્યો. 2011માં તેમણે વિધાનસભામાં એક પ્રસ્તાવ પણ પારીત કરાવ્યો હતો. જો કે 2014માં અટોર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યુ કે આ ટાપુ શ્રીલંકાને આપી દેવામાં આવ્યો છે અને તેને જો લેવો છે તો યુદ્ધ લડવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.