માલદીવ કેવી રીતે બન્યું હિંદુથી મુસ્લિમ રાષ્ટ્ર, બિહાર-ગુજરાત સાથે શું છે કનેક્શન?
નવી દિલ્હી: પુરાતત્વવિદો અને ઈતિહાસકારો એકમત છે કે માલદીવમાં વસવાટ કરનારા પહેલા નિવાસીઓ મુસ્લિમ ન હતા. તેમના પ્રમાણે, સૌથી પહેલા અહીં વસવાટ કરનારા સંભવત ગુજરાતી હતા.
ચીનના ઈશારે ભારત વિરુદ્ધ હાલના દિવસોમાં ઝેર ઓકી રહેલું માલદીવ પોતાનો ઈતિહાસ અને પોતાના ખરાબ દિવસો ભૂલી રહ્યું છે. જ્યારે પણ મદદની જરૂર પડી છે, ભારતે સૌથી પહેલા આ નાનકડાં ટાપુ દેશની મદદ કરી છે. માલદીવ હિંદ મહાસાગરમાં આવેલો એશિયાનો સૌથી નાનો દેશ છે. આ મિનિકોય ટાપુ અને ચાગોસ ટાપુસમૂહ વચ્ચે 26 પ્રવાણ ટાપુઓની ડબલ ચેન વિસ્તરેલી છે. તેના હેઠળ લગબગ 1200 ટાપુ છે. આ ટાપુઓ નૈસર્ગિક સુંદરતા માટે વિશ્વપ્રસિદ્ધ છે. અહીંની સંસ્કૃતિ દક્ષિણ ભારત અને શ્રીલંકાની સાથે ઘનિષ્ઠતાથી પ્રભાવિત છે.
ક્યારે વસી પહેલી વસ્તી?
માલદીવની પહેલી વસતી કદાચ ઈસ્વીસન પૂર્વે પાંચમી સદી પહેલાથી વસી હતી. આ ઐતિહાસિક પુરાવાની સાથે કિવંદતીઓ પર આધારીત છે. માલદીવના ઐતિહાસિક યુગોનું વર્ણન વિભિન્ન પુરાતાત્વિક પુરાવા અને ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. જો કે એ પણ વ્યાપકપણે સમજી અને સ્વીકારી શકાય છે કે માલદીવનો ઈતિહાસ માત્ર ખંડ-ખંડમાં વહેંચાલો નથી, પરંતુ આજ સુધી માયાવી બનેલો છે.
શું છે ગુજરાત કનેક્શન?
જો કે એ વાતથી પુરાતત્વવિદો અને ઈતિહાસકારો એકમત છે કે માલદીવમાં વસવાટ કરનારા પહેલા નિવાસીઓ મુસ્લિમ ન હતા. તેમના પ્રમાણે, માલદીવમાંથી સૌથી પહેલા આવીને વસવાટ કરનારા સંભવત ગુજરાતી ભારતીય હતા, જે લગભગ ઈસ્વીસન પૂર્વે પાંચમી સદી પહેલા શ્રીલંકા પહોંચ્યા અને બાદમાં ત્યાંથી માલદીવ આવીને વસવા લાગ્યા હતા.
મહાવંશ અભિલેખ, જે અનુરાધાપુરાના મહાસેનાના કાળ સુધી શ્રીલંકાનો એક ઐતિહાસિક ઈતિહાસ છે. આ અભિલેખમાં શ્રીલંકાથી માલદીવમાં પ્રવાસ કરનારા લોકોનું વિવરણ આપવામાં આવ્યું છે. જો કે કેટલાક ઈતિહાસકારોનો તર્ક છે કે માલદીવ આનાથી પણ પહેલા સિંધુ ઘાટી સભ્યતાકાળ દરમિયાન વસેલું હોવાની સંભાવના છે. પરંતુ પુરાતાત્વિક ખોદકામમાં માલદીવમાં મળેલી કલાકૃતિઓ ઈસ્લામિક કાળથી પહેલા દેશમાં હિંદુ ધર્મની ઉપસ્થિતિના નક્કર પુરાવા આપે છે.
કાલીબંગાથી આવ્યા હતા પ્રારંભિક નિવાસી-
17મી સદીમાં અલ્લામા અહમદ શિહાબુદ્દીન દ્વારા લેખિત પુસ્તક ફાઈ અથાર મિધુ અલ કાદિમા (મીધૂના પ્રાચીન ખંડેરો પર)માં કહેવામાં આવ્યું છે કે માલદીવના પહેલા નિવાસીઓને ધેવિસના નામથી ઓળખવામાં આવતા હતા અને તેઓ ભારતના કાલીબંગા (રાજસ્થાન)થી આવ્યા હતા.
બિહાર અને બૌદ્ધ ધર્મથી કનેક્શન-
પુસ્તકમાં એ પણ કહેવામાં આવ્યું છે કે આ ટાપુસમૂહમાં ઈસ્લામના ફેલાયા પહેલા બૌદ્ધ ધર્મ પ્રચલિત હતો, તે ઈસ્વીસન પૂર્વે ત્રીજી સદી દરમિયાન સમ્રાટ અશોકના વિસ્તાર અભિયાનનો હિસ્સો રહ્યો હોઈ શકે છે. મહત્વપૂર્ણ છે કે સમ્રાટ અશોક વિશ્વપ્રસિદ્ધ ને શક્તિશાળી પાટલિપુત્રના મૌર્ય રાજવંશનો મહાન સમ્રાટ હતો. અશોક બૌદ્ધ ધર્મનો સૌથી પ્રતાપી રાજા હતો. સમ્રાટ અશોકનું પુરું નામ દેવાનાંપ્રિય અશોક હતું. તેમને રાજકાળ ઈસ્વીસન પૂર્વે 304થી ઈસ્વીસન પૂર્વે 232 વચ્ચે હતો. પાટલિપુત્ર જ આજનું પટણા છે.
ઈતિહાસકારો પ્રમાણે, માલદીવમાં શોધવામાં આવેલા મોટાભાગના પુરાતાત્વિક અવશેષ બૌદ્ધ સ્તૂપો છે, તેની સંરચનાઓ અર્ધગોળાકાર છે અને તેનો ઉપયોગ બૌદ્ધ ભિક્ષુઓ અને નનો દ્વારા ધ્યાન અને મઠો માટે કરવામાં આવતો હતો.
માલદીવમાં ઈસ્લામ યુગનો ઉદય-
માલદીવના જાણીતા ન્યૂઝ પોર્ટલ ધ એડિશનના રિપોર્ટ પ્રમાણે, માલદીવમાં ઈસ્લામનો ઉદય એક અચાનક ઘટિત ઘટના ન હતી. પરંતુ 12મી સદી દરમિયાન આરબ વેપારીઓએ અહીં આવવાનું શરૂ કર્યું. અરબી વ્યાપારી ત્યારના બૌદ્ધ રાજાઓ સાથે મળજોળ વધારવા લાગ્યા. બાદમાં શોધવામાં આવેલી તામ્બાની પ્લેટો પ્રમાણે, માલદીવના બૌદ્ધ રાજા ધોવેમી કલામિંજા સિરી થિરુબાવાના-આદિત્થા મહારાદુને 1153 અથવા 1193માં ઈસ્લામ અપનાવી લીધો હતો. તેના પછી અહીં ઈસ્લામનો પ્રસાર થવા લાગ્યો.
ઈતિહાસકારો પ્રમાણે, પરંપરાગત રીતે માલદીવ હિંદુમાંથી બૌદ્ધ રાષ્ટ્રમાં બદલાયું પછી 12મી સદીની આસપાસ તેનું રૂપાંતરણ ઈસ્લામમાં થઈ ગયું. ઈતિહાસકારોએ તેનો શ્રેય અબુ અલ બરાકત યૂસુફ અલ બારબારીને આપ્યો છે. જો કે આ સર્વસ્વીકાર્ય નથી. કેટલાક લોકો માલદીવના ઈસ્લામીકરણનો શ્રેય મોરક્કોથી આવેલા બારબરીને આપે છે.
ઉત્તરી આફ્રિકન પ્રવાસી ઈબન બતૂતા દ્વારા કહેવામા આવેલી કહાણીઓ પ્રમાણે, બારબરી, માલદીવના ટાપુઓમાં ઈસ્લામ ફેલાવવા માટે જવાબદાર હતો. તેણે સ્થાનિક રાજા રન્ના મારીને પોતાને આધિન કરી લીધો હતો. માલદીવની લોકકથાઓમાં રાજા રન્નાને એક રાક્ષસ ગણાવવામાં આવ્યો છે, તેના સંદર્ભે કહેવામાં આવે છે કે તે સમુદ્રમાંથી આવ્યો હતો. ઐતિહાસિક વિવરણ અસ્પષ્ટ હોવા છતાં, આ તથ્ય પ્રમાણિત છે કે માલદીવ 12મી સદી બાદથી એક મુસ્લિમ રાષ્ટ્ર રહ્યું છે.