રોઝ ડેની શરૂઆત કઈ રીતે થઈ? આ દિવસે ગુલાબ કેમ આપવામાં આવે છે
એવું માનવામાં આવે છે કે ગુલાબ ગિફ્ટ આપવાની શરૂઆત તે સમયથી થઈ હતી જ્યારે ગુલાબને પ્રેમ અને રોમાંસનું પ્રતીક માનવામાં આવતું હતું. ગુલાબની સુગંધ અને સુંદરતાએ તેને એક આદર્શ ફૂલ બનાવ્યું છે અને લોકો તેને પ્રેમની ભાવનાઓ વ્યક્ત કરવા માટે પસંદ કરે છે.
એવું કહેવાય છે કે રાણી વિક્ટોરિયાએ પણ પોતાના પતિ પ્રિન્સ આલ્બર્ટને પ્રેમ દર્શાવવા માટે ગુલાબની ગિફ્ટ આપી હતી. જહાંગીરે તેની પત્ની નૂરજહાંને ખુશ કરવા માટે તેને ગુલાબનું ફૂલ આપ્યું હતું.
રોઝ ડે પર તમારા પાર્ટનરને ગુલાબ ગિફ્ટ કરવાથી સંબંધમાં તાજગી તો આવે જ છે સાથે સાથે એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ વધે છે. ગુલાબનું ફૂલ તમને અહેસાસ કરાવે છે કે તમે ખરેખર કોઈના માટે ખૂબ જ ખાસ છો.
આ દિવસે મિત્રોને ગુલાબ ભેટમાં આપીને પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે. આ દિવસે મિત્રોને પીળા ગુલાબ આપવામાં આવે છે.