- ગરમીમાં છોકરાઓએ કઈ રીતે ત્વચા બચાવવી ?
- આ છે અમુક ટિપ્સ
- જે તડકાથી ત્વચાને થતા નુકસાનને બચાવશે
શિયાળો હોય કે ઉનાળો દરેક ઋતુમાં ત્વચાની સંભાળ ખૂબ જ જરૂરી છે.ખાસ કરીને જ્યારે તાપમાન દિવસે દિવસે વધી રહ્યું હોય.આજના સમયમાં પ્રદૂષણ તેમજ ગરમ પવન (લૂ) ફૂંકાય રહી છે.ઉનાળા દરમિયાન આપણે આપણી ત્વચાની ખૂબ કાળજી લેવી પડે છે કારણ કે સૂર્યની તીવ્ર કિરણો, ગરમ પવન અને પ્રદૂષણ આપણી ત્વચાને બગાડી શકે છે.એમાં પણ છોકરાઓની ત્વચા છોકરીઓ કરતાં વધુ કડક હોય છે,પરંતુ ઉનાળામાં અસર દરેકની ત્વચા પર પડે છે. પછી તે છોકરો હોય કે છોકરી.આવા તીવ્ર સૂર્યપ્રકાશમાં કોઈપણ પ્રકારની સનસ્ક્રીન પણ ઉપયોગી થતી નથી.
ઉનાળાની ઋતુમાં ત્વચામાં ભેજ જાળવવો ખૂબ જ જરૂરી છે અને જો તમારી ત્વચા તૈલી હોય તો ભેજના અભાવે તમારી ત્વચા વધુ તેલ કાઢવા લાગે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે છોકરાઓએ ઉનાળાની ઋતુમાં તેમની ત્વચાની કેવી રીતે કાળજી લેવી જોઈએ.
ઉનાળાની ઋતુમાં ધૂળ અને સૂર્યપ્રકાશને કારણે આપણા ચહેરાના રોમછિદ્રો ભરાઈ જાય છે. તેથી ઉનાળામાં દિવસમાં ઓછામાં ઓછા બે વાર ફેસ વોશથી ચહેરો ધોવાનું ભૂલશો નહીં. આમ કરવાથી તમારા ચહેરા પર જામી ગયેલી ધૂળ બહાર નીકળી જશે અને જો શક્ય હોય તો અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વખત ચહેરો સ્ક્રબ કરો.
ઉનાળાની ઋતુમાં તમારી ત્વચાને સ્વસ્થ રાખવાનો સૌથી સરળ ઉપાય છે પુષ્કળ પાણી પીવું. પાણી શરીર અને ત્વચાને ડિહાઇડ્રેટ થવાથી બચાવે છે. એક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું 6 થી 7 લીટર પાણી પીવું જરૂરી છે. પાણી ત્વચાને ટાઈટ કરવામાં અને ચહેરા પર ગ્લો વધારવામાં પણ મદદરૂપ છે.
ઉનાળાની ઋતુમાં શરીરને ડીહાઈડ્રેશનથી બચાવવા માટે વધુને વધુ પાણી પીવું જરૂરી છે. આવી સ્થિતિમાં તમારે એવા ફળ ખાવા જોઈએ જે ઉનાળાની ઋતુમાં આવે છે જેમ કે કાકડી, તરબૂચ વગેરે. આ ઋતુગત ફળોમાં પુષ્કળ પાણી હોય છે.