Site icon Revoi.in

હવામાન વિભાગને કેવી રીતે ખબર પડે છે કે આગામી બે દિવસમાં ઠંડી પડશે કે વરસાદ?, જાણો અહીં

Social Share

જ્યારે પણ હવામાનમાં ફેરફાર થવાનો હોય છે, તે પહેલા હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવે છે.અવારનવાર એવું જોવા મળે છે કે,જો વરસાદની સંભાવના હોય અથવા તાપમાનમાં ઘણો ફેરફાર થાય તો આગામી દિવસોમાં શું થવાનું છે તે હવામાન વિભાગ જણાવે છે.મોટાભાગે આ શક્યતાઓ સાચી પણ હોય છે અને લોકો આ શક્યતાઓ અનુસાર તેમની ભાવિ યોજનાઓ બનાવે છે. હવે હવામાન વિભાગે આગાહીને લઈને એકદમ સચોટ બનવાનું શરૂ કર્યું છે અને ટેકનિકનો પણ આશરો લેવામાં આવી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહીને લઈને ક્યારેય તમે એ વિચાર્યું છે કે,હવામાન વિભાગ ક્યાં આધાર પર કહેતા હોય છે.તો આજે અમે તમને જણાવીએ છીએ કે, હવામાન વિભાગ હવામાન કેવી રીતે પારખે છે અને કઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે.

અહેવાલ મુજબ હવામાનમાં ફેરફાર એ સ્થળ કે સમયે પવનની સ્થિતિ અનુસાર હોય છે.આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે અને આ પવનની પરિસ્થિતિઓ દ્વારા હવામાનની આગાહી કરવી ખૂબ જ પડકારજનક કાર્ય છે.હવામાનની આગાહીની પ્રક્રિયા વિવિધ પરિસ્થિતિઓ પર એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે કરવામાં આવે છે અને તે ડેટાનો અભ્યાસ અને અંદાજ કાઢવામાં આવે છે. હવામાનની આગાહી એ વર્તમાન પરિસ્થિતિ અને તેના ફેરફારોના જથ્થાત્મક ડેટાનું વિશ્લેષણ છે.

જે પરિસ્થિતિઓમાં ડેટા એકત્રિત કરવામાં આવે છે તેમાં ગ્રાઉન્ડ ઓબ્ઝર્વેશન, એરક્રાફ્ટ ઓબ્ઝર્વેશન, રેડિયો સાઉન્ડ, ડોપ્લર રડાર, સેટેલાઇટ વગેરેનો સમાવેશ થાય છે. આ માહિતી પછી હવામાનશાસ્ત્ર કેન્દ્રને મોકલવામાં આવે છે, જ્યાં વૈજ્ઞાનિકો આ ડેટાના આધારે આગાહી કરે છે. જો કે, હાઇ-સ્પીડ કોમ્પ્યુટર, ઉપરની હવાના નકશા વગેરે પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે. ડેટા અને આ નકશા દ્વારા અંદાજો લગાવવામાં આવે છે.

આ અંદાજ ઘણા આધારો પર પણ લગાવવામાં આવે છે, જેમ કે જો એક અવલોકન લાંબા સમય સુધી હોય તો એક જ દિવસે અંદાજ લગાવવામાં આવે છે. જેમ કે વર્ષમાં ક્યારેક ચોમાસું કેવું રહેશે તેની માહિતી લેવામાં આવતી હોય છે તો ક્યારેક આગામી ત્રણ કલાકમાં વાવાઝોડું ક્યાં હશે.તેથી સમયના આધારે હવામાન વિભાગ દ્વારા અલગ-અલગ આગાહી કરવામાં આવે છે.

કયા સાધનોનો ઉપયોગ થાય છે?

હાઇ-સ્પીડ કમ્પ્યુટર્સ, હવામાનશાસ્ત્રીય ઉપગ્રહો અને હવામાન રડાર હવામાનની આગાહીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આના દ્વારા સચોટ ડેટા મેળવવામાં મદદ મળે છે અને ધીમે ધીમે આ ટેક્નોલોજીમાં સુધારો થઈ રહ્યો છે અને પરિણામે હવામાન વિભાગની આગાહી સચોટ બની રહી છે.

સાદી ભાષામાં કહીએ તો હવામાનની આગાહી માટે હવામાન અને હવામાન સંબંધિત માહિતી સૌ પ્રથમ મેળવવામાં આવે છે. આ સાથે તાપમાન, દબાણ, ભેજ વગેરે પવનની દિશા દ્વારા જાણી શકાય છે. આ સાથે ડોપ્લર રડારના ડેટાનો પણ આમાં ઉપયોગ કરવામાં આવે છે અને ત્યારબાદ ડેટા એનાલિસિસ સાથે હવામાનની આગાહી કરવામાં આવે છે.