વાસ્તુની દાંપત્ય જીવન પર કેવી હોય છે અસર ? જાણો
દરેક લોકો ઈચ્છે છે કે તેમના જીવનમાં સુખ શાંતિ બની રહે. દરેક પ્રકારની તકલીફો અને સમસ્યાથી ભગવાન તેમને દુર રાખે આ પ્રકારની પ્રાર્થના લોકો હંમેશા ભગવાન પાસે કરતા રહેતા હોય છે. પણ ક્યારેક ઘરમાં પતિ પત્ની વચ્ચે વાતાવરણ સારું ન રહે તે પાછળ વાસ્તુ પણ જવાબદાર હોઈ શકે છે.
જેમ કે જો આ બાબતે વધારે વાત કરવામાં આવે તો, વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમની દિશા પણ સંબંધોને જાળવી રાખવામાં ઘણી મદદ કરે છે. વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે જો તમે તમારા જીવનસાથી સાથે સારા સંબંધ રાખવા માંગતા હોવ તો તમારા ઘરનો બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં બનાવો. આ સિવાય વાદળી અને જાંબલી રંગ ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં કરાવવો યોગ્ય રહેશે.
વાસ્તુ અનુસાર ઘરમાં સંબંધો જાળવી રાખવા માટે ઘરની દીવાલો પર તેજસ્વી રંગોનો ઉપયોગ ન કરવો જોઈએ. આ સિવાય બેડરૂમની દિવાલોને હળવા અને પેસ્ટલ રંગોથી રંગવી પણ યોગ્ય છે. પ્રેમ સંબંધોમાં મધુરતા જાળવવા માટે રૂમની સજાવટ પણ ખૂબ જ જરૂરી છે. રૂમની સજાવટ માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓને હંમેશા જોડીમાં રાખો.
ઉલ્લેખનીય છે કે વૈવાહિક જીવનની શરૂઆત સાથે જ દરેક મહિલાઓ અને પુરુષનું પણ એક નવું જીવન શરુ થાય છે, પરંતુ કોઈ કારણસર વૈવાહિક જીવનની મધુરતા ખતમ થવા લાગે છે. સબંધ દુરી વધવાના ઘણા કારણ હોય છે. વાસ્તુ શાસ્ત્ર માને છે કે ઘર બનાવતી સમયે નાની-મોટી ભૂલો પણ સબંધમાં દુરી બનાવવા માટે જવાબદાર હોઈ શકે છે.