– નવી શિક્ષણ નીતિ મામલે પીએમ મોદીનું આવતી કાલે સંબોધન
– કઈ રીતે નવી શિક્ષણ નીતિ અસરકારક છે તે જાણવશે પીએમ મોદી
– નવી શિક્ષણ નીતિના ફાયદાઓ વિશે કાલે થશે વાત
દેશભરમાં નવી શિક્ષણ નીતિની સુચનાઓ આપવામાં આવી છે, 34 વર્ષના લાંબા સમયગાળા પછી નવી શિક્ષણ નીતિ પર આવતી કાલે શુક્રવારના રોજ શિક્ષણ નિતી સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે, જે એક શિક્ષણ નીતિનું ઉદ્ધાટન ભાષણ હશે.
મળતી માહિતી મુજબ 7 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ઉચ્ચ શિક્ષણમાં ફેરફારને લઈને એક કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે,જેને પીએમ મોદી સંબોધિત કરનાર છે,આ કાર્યક્રમનું સમગ્ર આયોજન શિક્ષા મંત્રાલય દ્રારા કરવામાં આવ્યું છે.જેમાં નવી શિક્ષણ નીતિ, ભવિષ્યનું શિક્ષણ, તથા સંશોધન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે,આ સમયગાળઆ દરમિયાન શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ સહિતના અનેક બીજા મંત્રીઓ તેમજ રાષ્ટ્રીય શિક્ષા નિતીનું માળખું તૈયાર કરનાર સમિતિના તમામે તમામ સભ્યો હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્રારા તાજેતરમાં જ નવી શિક્ષણ નીતિ લોન્ચ કરવામાં આવી છે,આ હેઠળ માનવ સંશાધન મંત્રાલયનું નામ પણ બદલવામાં આવ્યું છે જે હવે શિક્ષા મંત્રાલય કરવામાં આવ્યું છે,આ સાથે જ આ નવી શિક્ષણ નિતીમાં બાળકોની સ્કિલ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, સ્કિલની ક્ષમતાને વધારવા પર ભાર મુકવામાં આવશે જેથી કરીને જે તે વિષયમાં રસ ધરાવતું બાળક તેમાં કુશળ બને.
જો કે 5મા ઘોરણ સુધીના બાળકોને સ્થાનિક ભાષામાં ભણાવવાની બાબતે વિવાદ સર્જાયો છે,પરંતુ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે,કોઈ પર કોઈ પણ પ્રકારની ભાષા થોપવામાં નહી આવે , તો બીજી તરફ કેટલાક રાજ્યોએ તો ત્રણ ભાષામાં શિક્ષણ આપવાની વાતનો પણ વિરોધ કર્યો છે.
આ સાથે સરકાર દ્રારા નવા કોર્ષ,10+ 2 માં ફેરફાર,એમફીલને અભ્યાસમાંથી કાઢી નાખવું અને કોઈ પણ સ્ટ્રીમના હોવા સાથે કોઈ પણ વિષયની પસંદગી પર મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે,સરકારે આ નવી શિક્ષણ નીતિને લઈને દાવો કર્યો છે કે તેમનો મુખ્ય હેતું બાળકો પર અભ્યાસને બોઝ ન બનાવતાલ તેમનામાં સંતાયેલી પ્રતિભઆને બહાર લાવીને તેમાં જ તેને આગળ વધારવાનો છે
ઉલ્લેખનીય છે કે, મોદી સરકારના કાર્યકાળ દરમિયાન અનેક બાબતે ઘણા બદલાવ આવ્યા છે,વિકાસના માર્ગે મોદી સરકાર દ્રારા અથાગ પ્રયત્નો કરાયા છે ત્યારે હવે શિક્ષણને લઈને પણ તેમણે આ નવી શિક્ષણ નીતિ અપનાવી છે,જેના થકી તેઓ બાળકો પર અભ્યાસને બોજ ન બનાવતા તેમનામાં રહેલી સ્કિલને ડેવલપમેન્ટ કરવાની દીશામાં આગળ વધી શકે.
સાહીન-