કેવી છે તમારા શરીરની વ્યવસ્થા? ખૂબ જ સરળતાથી ઓળખી શકો છો
શું તમે જાણો છો કે તમારા શરીરનું બોડી સ્ટ્રક્ચર કેવું છે? એમા કયા બદલાવની જરૂર છે ? તે જાણવું ખૂબ જ જરૂરી છે કેમ કે બધાએ પોતાના શરીરની વ્યવસ્થા પ્રમાણે જ પોતાનું ખાનપાન તથા ડાયટ સિસ્ટમ અપનાવવા જોઈએ. અને આ સ્ટ્રક્ચરને અનુરૂપ જ તમારે વ્યાયામ કરવું જોઈએ જેથી તમારું શરીર સુદઢ તથા વ્યવસ્થિત રીતે કામ કરી શકે.
1940 માં ડૉક્ટર WH શેલડને બોડી ટાઈપના અલગ અલગ પ્રકાર પાડયા. એમણે 3 ટાઇપના બોડીના પ્રકાર બનાવ્યા. એકટોમાર્ક, એન્ડોમાર્ક અને મેસૉમાર્ક. આપણા બધાનું શરીર લગભગ આમાંથી જ હોય છે.
1 એકટોમાર્ક
એવા લોકો જેની બોડી એકટોમાર્ક છે તેમના અંગો પતલા અને લાંબા હોય છે. આવા લોકો ભાગ્યશાળી હોય છે, કેમ કે કઈ પણ ખાય તેમનું વજન વધતું નથી. કારણકે તેમનામાં ચયાપચયની ક્ષમતા ખૂબ સારી હોય છે. મુખ્યત્વે તેઓ પતલા અને ખભા કસાયેલા હોય છે તથા સાથળનો ભાગ મજબૂત હોય છે.
2 એન્ડોમાર્ક
એન્ડોમાર્ક બોડીટાઈપ વાળા લોકો ખાસ કરીને તેમના સાથળના ભાગમાં ખૂબ ચરબીનું પ્રમાણ હોય છે. તેમની પાસે મસ્ત ગોળમટોળ શરીર તથા તેમનો પેટના ભાગમાં પણ ચરબી ભરેલી હોય છે. આવા લોકોમાં ફેટ ખાસા પ્રમાણમાં જમા થઈ જાય છે. આવા લોકોને વજન ઉતારવામાં ઘણી તકલીફ પડતી હોય છે. જો તમારી બોડી પણ આવી જ છે તો તમારે પણ તમારા ખાન પાનમાં ખૂબ દયાન રાખવું જોઈએ. વધારે પડતી ચરબી વાળું ભોજન ન લેવું જોઈએ.
3 મેસૉમાર્ક
મેસૉમાર્ક બોડી ટાઈપ વાળા લોકો મસક્યુલર બોડી વાળા હોય છે. જેમની પાસે એથલેન્ટીક જેવુ શરીર અને ચયાપચયની ક્ષમતા સારી હોય છે. આવા લોકો તેમના જીવનમાં ખુશનુમા અને સારી જીવનશૈલી જીવવા વાળા હોય છે. અને તેઓ તેમના વજનનું સંતુલન પણ જાળવી શકે છે.
શું તમે આ ત્રણેય બોડી ટાઇપમાંથી નથી તો તમે મિશ્ર ટાઈપ બોડી વાળા હોય શકો છો જેમાં એકટો-મેસૉ બોડી ટાઇપ નો સમાવેશ થાય છે. જેમ કે તમારું શરીર પાતળું અને થોડું ચરબી વાળું હોય શકે છે. અથવા તો તમે મેસૉ-એન્ડો બોડી ટાઈપ વાળા પણ હોય શકો છો જેમાં શરીર જાડુ અને માસપેશિયો સારી હોય છે. એથી વધારે તમે એન્ડો-મેસૉ બોડી ટાઈપ વાળા પણ હોય શકો છો જેમાં સ્કીન થોડી ચરબીવાળી હોય છે વધુ નહીં. આમ તમારા બોડી ટાઈપના પ્રમાણે જ તમારે વર્તવું જોઈએ.
#BodyType#Ectomorph#Endomorph#Mesomorph#FitnessJourney#BodyShape#HealthTips#PersonalizedDiet#WorkoutRoutine#BodyTypeTips#FitnessGoals#HealthyLiving#DietAndExercise#BodyTypeAwareness#BalancedLifestyle