છેલ્લા 9 વર્ષમાં પીએમ મોદીએ કેટલી રજાઓ લીઘી ,જાણો આરટીઆઈમાં થયેલા આ ચોંકવનારા ખુલાસા વિશે
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક સફળ નેતા તરીકે માત્ર ભારતમાં જ નહી પરંતુ વિશ્વમાં પણ જાણીતા છે તેમના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે કરેલા કાર્યો તેમની ઉદારતા ,સફળ નેતૃત્વતા દર્શાવે છે ત્યારે તાજેતરમાં આરટીઆઈ દ્રારા પીએમ મોદીએ પોતાના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન કેટલી રજાઓ લીધી છે તે બાબત સામે આવી છે.
જો આરટીઆઈમાં એવો ચોંકવનારો ખુલાસો થયો છે કે સો કોંઈ ચોંકી ગયા છે. કારણ કે પીએમ મોદીે પોતાના 9 વર્ષના કાર્યકાળમાં એક દિવસની રજા લીધી નથી. એક RTI દ્વારા આ વાત સામે આવી છે.
આ સહીત RTIના જવાબમાં વડાપ્રધાન કાર્યાલય એ કહ્યું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 9 વર્ષમાં દેશ અને વિદેશમાં 3 હજારથી વધુ કાર્યક્રમોમાં ભાગ લીધો છે. પુણેના નાગરિક અધિકાર કાર્યકર્તા પ્રફુલ્લ શારદાએ આરટીઆઈ દ્વારા આ માહિતી પ્રાપ્ત કરી હતી.આ વાત સાંભળીને સૌ કોઈને નવાઈ લાગી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રફુલ્લ શારદાએ આરટીઆઈ દ્વારા PMO પાસેથી માહિતી માંગી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા સંભાળ્યા બાદ કેટલા દિવસ કાર્યાલયમાં હાજરી આપી છે. તેના પર પીએમઓ દ્વારા કહેવામાં આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત કાર્યશીલ રહ્યા છે તેમણે એક પણ રજા લીઘી જ નથી. તેમણે પદ સંભાળ્યા બાદ એક દિવસની રજા પણ લીધી નથી.
આ અગાઉ 2015માં પણ પીએમ મોદીની હાજરીને લઈને આરટીઆઈ દ્વારા વડાપ્રધાન કાર્યાલય પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો. પછી કહેવામાં આવ્યું કે તેની પાસે રજા નથી. જોકે, તે માત્ર પ્રથમ વર્ષનો આંકડો હતો. તાજેતરની આરટીઆઈમાં વડાપ્રધાન મોદીના 9 વર્ષના કાર્યકાળ વિશે માહિતી આપવામાં આવી છે.
tags:
pm modi