Site icon Revoi.in

પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક માટે ગ્વાલિયર, આગ્રા, ભઠિંડાથી ઉડયા હતા ફાઈટર પ્લેન, આવી રીતે થઈ હતી કાર્યવાહી

Social Share

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર અને પાકિસ્તાનના બાલાકોટના જૈશ-એ-મોહમ્મદના કેમ્પ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકને મિરાજ-2000 દ્વારા કરવામાં આવી છે. આ હુમલામાં વાયુસેનાના ફાઈટર જેટ અને મિડ રિફ્યૂલર સામેલ હતા

આ હુમલા સંદર્ભે વાયુસેનાના અધિકારીઓએ એનએસએ અજિત ડોભાલ અને પીએમ મોદીને પહેલા જાણકારી આપવામાં આવી હતી.

વાયુસેનાએ પોતાની એક-એક કાર્યવાહીની જાણકારી પ્રેન્ઝન્ટેશન દ્વારા એનએસએ અજિત ડોભાલ અને પીએમ મોદીને જણાવી હતી.

મંગળવારે સવારે ઓપરેશનની શરૂઆત કરવા માટે વાયુસેનાના યુદ્ધવિમાન મિરાજ-2000એ ગ્વાલિયરના એરબેસ પરથી ઉડાણ ભરી હતી.

જ્યારે વાયુસેનાના અર્લી વોર્નિંગ જેટ વિમાનોએ પંજાબના ભઠિંડા એરબેસ પરથી ઉડાણ ભરી હતી.

જ્યારે હવામાં જ ઈંધણ ભરનારા રિફ્યૂલિંગ ટેન્કરે યુપીના આગ્રા એરબેસ પરથી ઉડાણ ભરી હતી.

તેની સાથે જ ઊંચાઈ પરથી નજર રાખવા માટે વાયુસેનાએ પોતાના ડ્રોન હેરોન સર્વિલાન્સનો પણ ઉપયોગ કર્યો હતો.

પાકિસ્તાન અધિકૃત કાશમીરના મુઝફ્ફરાબાદની નજીક મિરાજ-2000 ઘણા નીચે સુધી ગયું હતું. હેરોસ સર્વિલાન્સ દ્વારા એર સ્ટ્રાઈક કરતા પહેલા જ આના સંદર્ભેનું આખું પ્રેઝન્ટેશન ભારતીય વાયુસેનાના અધિકારીઓએ એનએસએ અજિત ડોભાલ અને પીએમ મોદીને દેખાડયું હતું.

એર સ્ટ્રાઈકની કાર્યવાહી

ગ્વાલિયર એરબેસપરથી બાર મિરાજ-2000ની એક ટુકડી ઓપરેશન માટે નીકળી હતી. આ યુદ્ધવિમાનો પાંચસો અથવા હજાર આઈબી લેઝર ગાઈડેડ બોમ્બથી સજ્જ હતા. મિરાજ-2000 ફાઈટર જેટ્સમાં ઈઝરાયલી ટાર્ગેટિંગ પોડ્સ લગાવવામાં આવ્યા છે.

ભારતીય વાયુસેનાના અર્લી વોર્નિંગ જેટ્સે ભઠિંડા એરબેસ પરથી ઉડાણ ભરી હતી. તો મિડ-એર રિફ્યૂઅંગ ટેન્કરે આગ્રાથી ઉડાણ ભરી હતી.

આ તમામ યુદ્ધવિમાનોની સાથે હેરોન સર્વિલાન્સ પણ સામેલ હતું.

મિરાજ-2000ના પાઈલટ્સ દ્વારા ટાર્ગેટ્સની છેલ્લી ચકાસણી કરવામાં આવી અને કમાન્ડ સેન્ટરે તેમને આગળ વધવાના નિર્દેશ આપ્યા હતા. બાદમાં મિરાજ-2000ના પાઈલટ્સે એલઓસી ખાતે ખૂબ નીચે ઉડાણ ભરી અને લેઝર પોડ્સ દ્વારા ટાર્ગેટ્સને ઈંગિત કર્યા હતા અને કાર્યવાહી કરી હતી.

મિરાજ-2000 જેટ્સ દ્વારા જ્યારે કાર્યવાહી કરવામાં આવતી હતી ત્યારે તેને મિરાજ-2000 અને સુખોઈ-30 યુદ્ધવિમાન દ્વારા એલઓસી ખાતે એર કવર પણ આપવામાં આવ્યું હતું. જ્યારે અવાક્સ દ્વારા આખા ઓપરેશનનું એર-કોઓર્ડિનેશન કરવામાં આવ્યું હતું.

આટલી મોટી તૈયારીને કારણે કરવામાં આવેલા એર સ્ટ્રાઈકના ઓપરેશનનો તોડ પાકિસ્તાનની એરફોર્સ પાસે ન હતો. જેને કારણે પાકિસ્તાની એરફોર્સના એફ-16 યુદ્ધવિમાનને કાર્યવાહી કર્યા વગર જ પોતાના દરમાં છૂપાવવાનો વારો આવ્યો હતો.

મિરાજ-2000 શા માટે?

એરફોર્સે મિરાજ-2000નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફ્રેન્ચ બનાવટના મલ્ટીરોલ, સિંગલ એન્જિન ફાઈટર પ્લેન છે. મિરાજ-2000 યુદ્ધવિમાનો એકસાથે ઘણાં નિશાન પર હુમલા કરવા માટે સક્ષમ છે. મિરાજ હવામાંથી જમીન પર અને હવામાંથી હવામાં પ્રહાર કરવામાં પણ સક્ષમ છે. તેમાં પરંપરાગત અને લેઝર ગાઈડેડ બોમ્બ ફેંકવા માટેની ક્ષમતા છે. મિરાજ-2000માં હથિયારો માટે નવ હાર્ડ પોઈન્ટ છે. પ્લેનની નીચે પાંચ અને બંને તરફની પાંખોમાં બે-બે શસ્ત્રોથી તેને સજ્જ કરી શકાય છે.

મિરાજ-2000ની મહત્તમ ઝડપ બે હજાર કિલોમીટર પ્રતિ કલાક છે. મિરાજ-2000 યુદ્ધવિમાને 1970 પહેલીવાર ઉડાણ ભરી હતી. મિરાજ-2000 યુદ્ધવિમાનોનું નિર્માણ ફ્રાંસમાં કરવામાં આવે છે. રફાલનું નિર્માણ કરનારી કંપની દસોલ્ટ દ્વારા જ મિરાજ-2000નું નિર્માણ કરવામાં આવ્યું છે. દુનિયામાં ભારત સહીત નવ દેશ મિરાજ-2000 યુદ્ધવિમાનનો ઉપયોગ કરે છે. હાલ ભારતીય વાયુસેના પાસે 51 મિરાજ-2000 યુદ્ધવિમાનો છે.