Site icon Revoi.in

એક મહિનામાં તમે કેટલું બ્લડ ડોનેટ કરી શકો છો, શું તે સ્વાસ્થ્ય માટે ખરેખર ફાયદાકારક છે?

Social Share

દેશમાં ઘણા લોકો રક્તદાન કરે છે. તેનાથી કોઈનો જીવ બચી શકે છે. તે એક સામાન્ય પ્રક્રિયા છે. એક સામાન્ય વ્યક્તિ એક સમયે 1 યુનિટ બ્લડ ડોનેટ કરી શકે છે. એક યુનિટ બ્લડ ત્રણ જીવન બચાવી શકે છે.

તેમ છતા, બ્લડ ડોનેશનને લઈને લોકોમાં ઘણા પ્રશ્નો અને ગેરમાન્યતાઓ છે, જેમ કે લોહી આપવાથી કમજોરી આવી જાય છે, તેનાથી શરીરમાં પોષક તત્વો ઓછા થઈ જાય છે, વારંવાર બીમાર પડાય છે. જો કે એવું નથી, લોહી આપવાથી ખાલી ચઢાવવા વાળા ને જ નહીં , લોહી આપવા વાળાને પણ ફાયદો થાય છે.

બ્લડ ડોનેટ કરવાના ફાયદા

એક મહિનામાં કેટલી વાર બ્લડ ડોનેટ કરી શકાય
હેલ્ધી વ્યક્તિ જ બ્લડ ડોનેટ કરી શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન મુજબ, 18 વર્ષથી નીચેના અને 65 વર્ષથી વધું ઉંમરના લોકો બ્લડ ડોનેટ કરી શકતા નથી. ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ અનુસાર, એક સ્વસ્થ વ્યક્તિ 3 મહિનામાં માત્ર એક જ વાર રક્તદાન કરી શકે છે. મહિનામાં એક વાર રક્તદાન કરવું સલામત નથી.

શું બ્લડ ડોનેટ કરવાથી કોઈ નુકશાન થાય છે?
હેલ્થ એક્સપર્ટ અનુસાર, બ્લડ ડોનેટ કરવાથી કોઈપણ પ્રકારનું નુકશાન થતું નથી. થોડી કમજોરી લાગે છે પણ હેલ્ધી ડાયટથી આ પરેશાની પણ દૂર થાય છે. બ્લડ ડોનેટ કર્યા પછી હંમેશા આયર્ન રિચ ફૂડ્સ ખાવા જોઈએ. વટાણા, દાળ, બીન્સ, લીલા શાકભાજી જેમ કે પાલક ખાવા જોઈએ.