ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આપણને સવાર થાય કે માનવ શરીર કેટલી ગરમી શકે છે. માનવ શરીરની ગરમી કે ઠંડી સહન કરવાની એક મર્યાદા છે. આપણું શરીર અમુક હદ સુધી જ ગરમીનો સામનો કરી શકે છે. જો તાપમાન મહત્તમ કરતા વધી જાય તો સમસ્યાઓ થવાનું શરૂ થાય છે. આવો જાણીએ માનવ શરીર કેટલી ગરમી સહન કરી શકે છે.
મે અને જૂનની ગરમી સહન કરવી સહેલી નથી. ખાસ કરીને ઉત્તર ભારતમાં અત્યંત ગરમી પડે છે. કાળઝાળ ગરમીના કારણે માણસોથી લઈને પશુ-પક્ષીઓ ત્રાહીમામ પોકારી ઉઠે છે. ગરમ પવન અને તીવ્ર સૂર્યપ્રકાશ શરીરમાંથી તમામ પાણીને શોષી લે છે.
ઉનાળા દરમિયાન, ડૉક્ટરો હીટસ્ટ્રોકથી બચવા માટે શક્ય તેટલું વધુ પાણી પીવાની ભલામણ કરે છે. જો કે, કેટલીકવાર પાણીની અસર બિનઅસરકારક બની જાય છે. હવે સવાલ એ થાય છે કે, માનવ શરીર કેટલું તાપમાન સહન કરી શકે છે? આવો જાણીએ આ અંગે વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સનું શું માનવું છે.
ડોકટરોના મતે માનવ શરીર 37.5 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનનો સામનો કરી શકે છે. ઉનાળો હોય કે શિયાળો, તે શરીરની અંદર 37.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જાળવી રાખવાનું કામ કરે છે. મગજના પાછળના ભાગને હાયપોથેલેમસ કહેવામાં આવે છે. જે શરીરના આંતરિક તાપમાનને નિયંત્રિત કરવાનું કામ કરે છે.
માનવ શરીર 37.5 ડિગ્રી સેલ્સિયસ સુધી યોગ્ય રીતે કાર્ય કરે છે. જો તાપમાન 2-4 ડિગ્રી ઉપર નીચે હોય તો શરીરને વધુ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. પરંતુ જો આનાથી વધુ હોય તો સમસ્યા વધી શકે છે.
(PHOTO-FILE)