- વેક્સિન છે સુરક્ષિત
- સતર્કતા પણ રાખવી છે જરૂરી
- વેક્સિનની અસર આટલો સમય રહે છે
કોરોનાવાયરસને મ્હાત આપવા માટે સરકાર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવ્યા છે, કોરોનાવાયરસ સામે સરકારની લડાઈ સંપૂર્ણપણે સરાહનીય છે. કોરોનાની ભયંકર સ્થિતિ ફરીવાર ન સર્જાય તે માટે સરકારે લોકોને ઘરે ઘરે વેક્સિન પહોંચાડી છે અને આપી છે. આવા સમયમાં મોટાભાગના લોકોના મનમાં વિચાર આવતો હશે કે વેક્સિન કોરોનાવાયરસથી આપણને બચાવવા માટે કેટલા અંશે સુરક્ષિત છે.
આ બાબતે ડો. કે શ્રીનાથ રેડ્ડીએ મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એન્ટિબોડીઝ સામાન્ય રીતે 6 મહિના સુધી શરીરમાં રહી શકે છે. રસી પછી જે સંશોધન કરવામાં આવ્યું છે તેમાં જાણવા મળ્યું છે કે શરીરમાં એન્ટિબોડીઝ લગભગ 6 મહિના સુધી રહે છે. આ ફક્ત શરીરમાં એન્ટિબોડીઝના સ્તરને જોઈને કહેવામાં આવે છે, પરંતુ શરીરમાં કોષ આધારિત પ્રતિરક્ષા પણ છે, જેના કારણે બનાવેલ એન્ટિબોડીઝ લાંબા સમય સુધી રહે છે.
આગળ તેમણે તે પણ કહ્યું કે શરીરમાં મેમરી-સેલ્સ પણ છે, જે વાયરસ શરીરમાં દાખલ થાય ત્યારે તેને ઓળખે છે અને ફરીથી ત્યાં એન્ટિબોડી બનાવવાનું શરૂ કરે છે. આ રીતે બનેલી એન્ટિબોડી વાયરસ સાથે સ્પર્ધા કરે છે. તેથી હવેથી આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. અને એન્ટિબોડી ચેક કરાવતા રહેવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે ભારત સહિત વિશ્વના ઘણા દેશો હજુ પણ કોરોના મહામારી સામે યુદ્ધ લડી રહ્યા છે. હાલમાં, ભારતમાં 2,40 જેટલા લોકોની સારવાર કરવામાં આવી રહી છે, જે કુલ કેસોના 0.72 ટકા છે. આ દર માર્ચ 2020 પછી સૌથી ઓછો છે. ડેટા અનુસાર, દૈનિક ચેપ દર 1.57 ટકા છે.