1. Home
  2. ગુજરાતી
  3. શા માટે કહેવત પડી કે ‘મગરમચ્છના આસું જુઠા હોય છે’ – જાણો શું કહે છે આ બાબતનો અભ્યાસ
શા માટે કહેવત પડી કે ‘મગરમચ્છના આસું જુઠા હોય છે’ – જાણો શું કહે છે આ બાબતનો અભ્યાસ

શા માટે કહેવત પડી કે ‘મગરમચ્છના આસું જુઠા હોય છે’ – જાણો શું કહે છે આ બાબતનો અભ્યાસ

0
Social Share
  • મગર મચ્છના આસું હોય છે જૂઠ્ઠા
  • અભ્યાસમાં થયો ખુલાસો,જમતા વખતે મગરની આંખોમાં આસુ નિકળે છે

આપણે સૌ કોઈએ એક કહેવત તો સાંભળી જ હશે કે મગરના આસું ન પાડ,અથવા તો મગરના આસું ના પાડ ,એટલે કે મગરના આસું જૂઠ્ઠા હોય છે, જોકે આ બબાતે વૈજ્ઞાનિકોએ એક એભ્યાસ કર્યો છે જેમાં ઘણા ખુલાસા થયા છે.દરેક વ્યક્તિ જ્યારે ઉદાસ હોય ત્યારે રડે છે, પરંતુ મગર અને મગરના આંસુ સૌથી પ્રખ્યાત છે. હવે વૈજ્ઞાનિકોએ આ અંગે એક સંશોધન કર્યું છે, જેમાં ઘણી બાબતો બહાર આવી છે. 

 જો આપણે મગરના આંસુ વિશે વાત કરીએ, તો 2006 માં, ન્યુરોલોજીસ્ટ ડી માલ્કમ શેનર અને પ્રાણીશાસ્ત્રી કેન્ટ એ વિલિએટે અમેરિકન મગરનો અભ્યાસ કર્યો હતો. તેણે મગરને સૂકી જગ્યાએ ખોરાક આપ્યો અને ખાતી વખતે તેની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા.

આ દરમિયાન તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી હતી. આ અભ્યાસના પરિણામો બાયોસાયન્સમાં પ્રકાશિત થયા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે મગર ખાતા સમયે તેમની આંખોમાંથી આંસુ વહાવે છે અને આ કોઈ લાગણીના કારણે નથી.ખરેખર તે આસું એમ જ વહેતા હોય છે અને એટલા મા ટે જ આ કહેવત સાચી સાબિત થઈ છે.

વાત જાણે એમ છે કે જમતી વખતે મગર અને ઘડીયાળ બંને આંસુ વહાવે છે, પરંતુ બંને વચ્ચે થોડો તફાવત છે. ઘડિયાલનું મોં U-આકારનું અને જડબા પહોળા છે, જ્યારે મગરનું મોં V-આકારનું છે. માખીઓ મગરના આંસુ પીવે છે કારણ કે તેમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ખનિજો હોય છે.

સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મગર અને ઘડીયાલને લાગણી હોય છે અને જ્યારે તેઓ દુઃખી થાય છે ત્યારે તેઓ આંસુ વહાવે છે. પરંતુ જમતી વખતે તેની આંખોમાંથી પ્રવાહી નીકળવાના કારણે તે  વિશ્વભરમા આ કહેવત થકી બદનમા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code