ઉનાળામાં મહિલાઓને એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ અને કેમ?
મનુષ્યના શરીરમાં લગભગ 70 ટકા હિસ્સો પાણીથી બનેલો છે. આ વાત પરથી અંદાજો લગાવી શકીએ કે એક મનુષ્યના જીવનમાં પાણીનું શુ મહત્વ છે. ડોક્ટરર્સ પણ સલાહ આપે છે કે, જેટલું થઈ શકે તેટલુ પાણી પીવો. ખાસ કરીને ઉનાળામાં ખૂબ પાણી પીવો. કેમકે ઉનાળામાં લોકો ડિહાઈડ્રેશનનો શિકાર બને છે. પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. ઘણા રિસર્ચ પછી દરેક વ્યક્તિએ દરરોજ 3 લિટર પાણી પીવું જોઈએ. પાણી પીવાથી શરીર સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. એક દિવસમાં ઓછામાં ઓછું 7-8 ગ્લાસ પાણી પીવું ખુબ જ જરૂરી છે. ઘણા રિસર્ચ અનુસાર પુખ્ત વ્યક્તિએ દરરોજ 2.7 લિટર પાણી પીવું જોઈએ. આમ કરવાથી તેમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા નથી થતી. આવું ના કરો તો ડિહાઈડ્રેશનનો શિકાર બની શકે છે. દિવસમાં ઓછામાં ઓછું 7-8 ગ્લાસ પાણી પીવું ખૂબ જ જરૂરી છે.
• ઉનાળામાં એક દિવસમાં મહિલાઓને પીવું જોઈએ આટલું પાણી
દરેક મનુષ્યના શરીરમાં પાણીની જરૂરિયાત અલગ-અલગ હોઈ શકે છે. એકેડેમી ઓફ ન્યુટ્રિશન એન્ડ ડાયેટિક્સ અનુસાર, તંદુરસ્ત મહિલાઓએ લગભગ દરરોજ 6 ગ્લાસ પાણી પીવું જોઈએ. જ્યારે પુરુષોએ લગભગ 7-8 ગ્લાસ પાણી પીવું જોઈએ.
• તમારા શરીર પ્રમાણે પાણી પીવો
એક વ્યક્તિએ કેટલું પાણી પીવું જોઈએ તે પુરી રીતે તેના શરીર અને કામ પર નિર્ભર કરે છે. વ્યક્તિ આખો દિવસ તડકામાં કામ કરે, તો તેના શરીરમાં પાણી વધુ વપરાય. જો કોઈ વ્યક્તિ ઘરેથી કામ કરે છે અથવા એસીમાં બેસીને કામ કરે છે, તો તેના શરીરમાં પાણીનો વપરાશ અલગ હશે. તેથી, તમારા શરીરની જરૂરિયાતોના હિસાબથી પાણી પીવો.