છેલ્લા કેટલાક વર્ષોથી ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે. ભારતીય બજારમાં ઈવી વાહનોની માંગ અને વેચાણ પણ ઝડપથી વધી રહ્યું છે. હાલમાં દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદ ચાલુ છે. વરસાદ દરમિયાન ઇલેક્ટ્રિક કારને ચાર્જ કરવી સેફ છે કે પછી તેનાથી કોઈ પ્રકારનું નુકસાન થઈ શકે છે.
• વરસાદમાં લેક્ટ્રિક કાર ચાર્જ કરવી મુશ્કેલ
વરસાદની મોસમમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જ કરવી વધુ મુશ્કેલ બની જાય છે. જો કે, કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને, વરસાદ દરમિયાન પણ ઇલેક્ટ્રિક કારને સરળતાથી ચાર્જ કરી શકાય છે.
કોઈપણ ઈલેક્ટ્રિક કારને લોન્ચ કરતા પહેલા તેને અનેક પ્રકારના ટેસ્ટમાંથી પસાર થવું પડે છે. આ પછી જ આ કારને માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. EV ઉત્પાદકો ઈલેક્ટ્રિક કાર કનેક્ટર્સ અને ચાર્જર્સને દરેક સિઝન માટે ચેક કર્યા પછી જ બજારમાં તૈયાર કરે છે અને રિલીઝ કરે છે.
• કનેક્શન અને ચાર્જર હોય છે વોટર પ્રૂફ
ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકો કનેક્ટર્સ અને ચાર્જરને વોટર પ્રૂફ બનાવે છે. સાથે, તેમને ધૂળ અને બાહ્ય ગંદકીથી બચાવવા માટે એક ખાસ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક કારના ચાર્જરને વધારાની સુરક્ષા આપવા માટે, તેમાં ઓન-બોર્ડ સેન્સર આપવામાં આવ્યા છે, જેથી જો ચાર્જરમાં કોઈ સમસ્યા હોય તો, કાર કોઈપણ પ્રકારના નુકસાનથી સુરક્ષિત રહે છે.
• આ વાતનું ખાસ ધ્યાન રાખો
ઈલેક્ટ્રિક કારને વરસાદની સિઝનમાં કોઈ ઢાંકેલી જગ્યા કે કવર્ડ પાર્કિંગમાં ચાર્ડ કરો, જેથી ચાર્જર પર સીધો વરસાદનું પાણી ના પડે. આમ કરવાથી ઈલેક્ટ્રિક કારને થતા કોઈપણ નુકશાનથી બચી શકાય છે. સાથે કાર ચલાવ્યા પછી તરત જ ચાર્જ ના કરો, કેમ કે કાર ચલાવ્યા પછી બેટરી થી જાય છે. એવામાં દિક્કત થઈ શેક છે.