Site icon Revoi.in

આવું કેવું? આ ફટાકડાને ખાઈ પણ શકાય છે, જાણો આવા ફટાકડા ક્યાં બન્યા

Social Share

રાજકોટ :દિવાળીના તહેવારમાં નવા-નવા પ્રકારના ફટાકડા જોવા મળતા હોય છે. ફટાકડા પણ એવા કે જેને જોઈને મનખુશ થઈ જાય. આવામાં જામનગરમાં એવા ફટાકડા બનાવવામાં આવ્યા છે જેને જોઈને તમે પણ કહેશો કે હે… આવું કેવું??

જામનગરમાં ખાસ દિવાળી પર ફટાકડાના આકારમાં ચોકલેટ તૈયાર કરવામાં આવી છે. જે દેખાવે ફટાકડા લાગે પરંતુ તે ફોડવા માટે નહી પર ખાવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. પ્રથમ નજરે જોઈએ તો લાગે કે ફટાકડા છે. ફટાકડા તો છે. પરંતુ ફોડવાના માટેના નહિ પરંતુ ખાવા માટેના. આશ્ચય લાગે તેવી વાત છે કે ફટાકડા કદી ખાઈ શકાતા હશે. જીહા, ફટાકડા તો ખાય ન શકાય પરંતુ આ દેખાતા ફટાકડા ખાસ ખાવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.

દિવાળીના પર્વ પર લોકો એક બીજાને શુભેચ્છા પાઠવવા માટે ચોકલેટ, મીઠાઈ, ડાયફુટ કે ગીફટ આપતા હોય છે. ચોકલેટ બાળકો અને યુવાનોને વધુ પસંદ હોય છે. સાથે બાળકોને ફટાકડા પણ પસંદ હોય છે. તેથી ફટાકડાના આકારમાં ચોકલેટ તૈયાર કરવામાં આવી છે. જેમાં રોકેટ, જમીનચક્રર, ચોકલેટ બોમ, કોઠી સહીતના ફટાકડાના આકારમાં ચોલકેટ તૈયાર કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે દિવાળીના સમયમાં લોકોને મન લલચાય જાય તેવા દિવા અને રંગોળી પણ તૈયાર કરવામાં આવે છે અને તેનો વેપાર પણ મોટા પાયે ભારતમાં થાય છે.