ગણેશ ચતુર્થીના દિવસે ઘરે વિઘ્નહર્તાની સ્થાપના કેવી રીતે કરવી, જાણો આ નિયમો
વર્ષ 2024માં ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બર, શનિવારના દિવસથી શરુ થાય છે. દસ દિવસ સુધી ચાલતો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવ છે. આ દરમિયાન બાપ્પાને ઘરે લાવી બેસાડવામાં આવે છે. આ સમય દરમિયાન નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
• ગણેશ સ્થાપના માટેના નિયમો
દિશાનું ધ્યાન રાખોઃ બાપ્પાને ઘરે લાવતી વખતે તેમને યોગ્ય જગ્યાએ બેસાડવું ખૂબ જ જરૂરી છે. એટલે ભગવાન ગણેશજીની સ્થાપના હંમેશા ઉત્તર દિશામાં કરવી જોઈએ. આ દિશા ખૂબ જ શુભ માનવામાં આવે છે.
સફાઈનું ધ્યાન રાખોઃ દિશા સાથે બાપ્પાને સ્થપિત કરતી વખતે પવિત્રતાનું ધ્યાન રાખો. બાપ્પાને સાફ અને સ્વચ્છ જગ્યાએ બિરાજમાન કરો. બિરાજમાન કરતા પહેલા સ્થાનને ગંગાજળથી જરૂર પવિત્ર કરો.
શુદ્ધ ખોરાકઃ પવિત્રતા ખાલી જગ્યાની જ નહીં પણ ભોજનમાં પણ શુદ્ધતા હોવી જોઈએ. આ સમય દરમિયાન ઘરમાં માત્ર સાત્વિક ભોજન તૈયાર કરો અને દિવસમાં ત્રણ વખત બાપ્પાને ભોજન અર્પણ કરો. ખાસ ધ્યાન રાખો કે બાપ્પાને મોદક ખૂબ ગમે છે, તેથી મોદકને તેમના ભોજનમાં અવશ્ય સામેલ કરો.
મૂર્તિ તુટેલી ના હોવી જોઈએઃ બાપ્પાને ઘરે લાવતા કે તેમની મૂર્તિ ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખો કે તેમની મૂર્તિ તૂટેલી તો નથી ને, તૂટેલી મૂર્તિની પૂજા કરવાની મનાઈ છે.
રંગની કાળજી લોઃ બાપ્પાને રંગો ખૂબ જ પ્રિય છે, તેથી ધ્યાનમાં રાખો કે તમે બાપ્પાને લાલ અથવા મિક્ષ રંગના કપડાં પહેરાવો અને તેમને લાલ રંગના ફૂલો પણ ચઢાવો.
સમયસર પૂજા કરોઃ ભગવાન ગણેશનો જન્મ મધ્યાહન સમય દરમિયાન થયો હતો, તેથી ગણેશ પૂજા માટે મધ્યાહનનો સમય વધુ યોગ્ય માનવામાં આવે છે.