આપણા દેશમાં સુંદરતા ખાસ કરીને ચહેરાની સુંદરતા માટે લોકો હંમેશા કઈને કઈ કરતા રહેતા હોય છે, કોઈ વિચારતું રહેતું હોય છે તો કોઈ અન્ય પ્રકારના ઉપાયોથી પોતાના ચહેરાની ત્વચાને ચમકદાર બનાવવાના પ્રયાસ કરતા રહેતું હોય છે, આવામાં જો ઘરે બેઠા જ ચમકદાર ત્વચા મળી જાય તો તો મજા આવી જાય ને? તો આ માટે ઘરેલું ઉપાયને ટ્રાય કરો
વાત એવી છે કે એક બાઉલમાં બે ટેબલસ્પૂન ગ્રીન ટી લો. તેને ગ્રાઇન્ડ કરો. તેમાં થોડું દહીં ઉમેરો. તેને ચહેરા અને ગરદન પર લગાવો. તેને 5 મિનિટ માટે રહેવા દો. તે પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. ગ્રીન ટીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે ખીલની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
આ ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં 2 ચમચી ચંદન પાવડર લો. તેમાં ગુલાબજળ ઉમેરો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને ચહેરા અને ગરદન પર લગાવો.જ્યાં સુધી તે સુકાઈ ન જાય ત્યાં સુધી તેને રહેવા દો.તે પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો.તમે અઠવાડિયામાં 1 થી 2 વાર આ ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો. આ ફેસ પેક ત્વચાના પીએચ સ્તરને જાળવી રાખવામાં મદદ કરે છે. તે ત્વચાને ઠંડક આપે છે. તે ત્વચાને ઊંડાણપૂર્વક પોષણ આપવાનું કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે ધૂળ, સૂર્યપ્રકાશ અને પ્રદૂષણથી આપણી ત્વચાને ઘણું નુકસાન થાય છે. જેના કારણે ટેન, ખીલ અને ડાર્ક સ્પોટ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.