Site icon Revoi.in

ઘરમાં રહેલા જીવજંતુને કેવી રીતે રસોડાથી દુર રાખવા,જાણો તે માટેની ખાસ ટ્રીક

Social Share

દરેક લોકો ઘરમાં ગમે તેટલી ચોખ્ખાઇ રાખે પણ ઉંદર, જીવાત, મકોડાથી તો છુટકો મળતો જ નથી, અનેક પ્રકારના ઉપાય પણ કરતા હોય છે પણ ઉંદરના ત્રાસથી જો રાહત મેળવવી હોય તો આટલું જરૂર કરવું જોઈએ. ઉંદર ઘરમાં આવવાથી અનેક પ્રકારનું નુકસાન થાય છે. આ માટે ઉંદરોને ઘરમાંથી બહાર કાઢવા બહુ જરૂરી છે.

ઉંદરોને ઘરની બહાર કરવા માટે નેપથેલીનનો કરો ઉપયોગ, કારણ કે જો વાત કરવામાં આવે આ વસ્તુની તો ઉંદરોને નેપથેલીન બોલ્સની સુગંધ જરા પણ ગમતી હોતી નથી. રસોડામાં, બાથરૂમમાં અને સ્ટોર રૂમની અંદર તમે નેપથેલીન બોલ્સ રાખો. નેપથેલીન બોલ્સને ફોડીને પાઉડરના રૂપમાં તમે ઉપયોગ કરી શકો છો. પાઉડરને લોટની સાથે ગુંથીને ખુણા-ખુણામાં મુકી દો. નેપથેલીન પાઉડરને તમે ચોખામાં મિક્સ કરીને પણ ઉપયોગમાં લઇ શકો છો.

આ ઉપરાંત બેકિંગ સોડા અને પેપરમિન્ટનો ઉપયોગ કરીને તમે ઉંદરોને રસ્તો બતાવી શકો છો. આ માટે સૌથી પહેલા એક કપ લોટ લઇને બાંધી લો. ત્યારબાદ આમાં બેકિંગ સોડા અને પેપરમિન્ટ ઓઇલના કેટલાક ટિપાં નાંખો અને લોટ બાંધી લો. આમ કરવાથી લોટમાં સ્મેલ આવશે.