લિવરને સ્વસ્થ કેવી રીતે રાખવું? જાણી લો મહત્વની જાણકારી
શરીરમાં લિવર એ એટલું મહત્વનું છે જેટલું આપણા શરીરમાં હ્યદય, એવું કહેવાય કે લિવરની સમસ્યા આમ તો મોટાભાગના લોકોને નથી થતી પણ જ્યારે પણ થાય છે ત્યારે ભગવાન યાદ આવી જાય. તો હવે લોકોએ તે જાણવું જોઈએ કે લિવરને લગતી સમસ્યાથી કેવી રીતે સલામત રહેવાય અને લિવરને પણ કેવી રીતે સ્વસ્થ રાખી શકાય.
સામાન્ય રીતની જો વાત કરવામાં આવે તો લિવરને યોગા કરીને પણ સ્વસ્થ રાખી શકાય છે અને તેના માટે આ યોગાસન સૌથી વધારે ફાયદાકારક છે. સૌથી પહેલા છે શલભાસન – આ આસન કરવા માટે પેટના ભાગથી જમીન પર સૂઈ જાઓ. હથેળીઓને જાંઘ તરફ ફોટોમાં બતાવ્યા મુજબ રાખો. પગને ઉંચા કરો. ઘૂંટણ સીધા રાખો. થોડો સમય આ રીતે રહો અને પછી એ જ સ્થિતિમાં પાછા આવો.
આ પછી છે ભુજંગાસન – યોગા મેટ પર પેટના ભાગથી સીધા સૂઈ જાઓ. બન્ને પગ વચ્ચે અંતર રાખો. તમારા હાથને જમીન પર રાખીને નાભિને ઉપરની તરફ ઉઠાવો. ફોટોમાં જે મૃદ્રા દર્શાવવામાં આવી છે, તે મૃદ્રામાં શરીરને રાખો. આજ મૃદ્રામાં થોડા સમય માટે રહો અને સામાન્ય સ્થિતિમાં પાછા આવો.
નૌકાસન – સૌથી પહેલા શવાસનમાં સૂઈ જાઓ. રાહ અને અંગૂઠા જોડો. હાથને કમર સુધી જમીન પર રાખો. બંને પગ અને હાથ ઉંચા કરો. થોડીવાર ફોટોમાં બતાવેલી મુદ્રામાં રહો અને પછી તે જ સ્થિતિમાં પાછા ફરો. ધનુરાસન- આ આસન કરવા માટે પેટના ભાગે સૂઈ જાઓ. ઘૂંટણને ફોટામાં બતાવ્યા મુજબ રાખો. તમારા હાથથી પગની ઘૂંટી પકડો. તમારા પગ અને હાથને બને તેટલું ઉપરની તરફ ઉઠાવો. તમારો ચહેરો ઉપર હોવો જોઈએ. થોડીવાર આમ જ રહો. તે પછી સામામ્ય સ્થિતિમાં પાછા આવો.