Site icon Revoi.in

શરીરમાં હિમોગ્લોબીન ઓછું છે તે કેવી રીતે ખબર પડે? આ છે તેના સંકેત,જાણી લો

Social Share

શરીરમાં જ્યારે હિમોગ્લોબીન ઘટી જાય ત્યારે અનેક બીમારીઓને આપણે આમંત્રણ આપીએ છીએ. હિમોગ્લોબીન ઘટી જાય ત્યારે ઘણાં કેસમાં એવું પણ બને છે કે જે લોકોનું હિમોગ્લોબીન બહુ ઓછુ હોય છે એમને લોહીની બોટલ ચઢાવવાનું વારો આવે છે. તો આ સમયે જાણવા જેવું છે કે જો તમારા પણ શરીરમાં આ પ્રકારના સંકેત જોવા મળતા હોય તો એલર્ટ થઈ જજો, તે હિમોગ્લોબીન ઓછું હોવાના સંકેત હોઈ શકે છે.

જેમ કે શરીરમાં નબળાઇ લાગવી, થાકી જવું, શ્વાસ લેવામાં પ્રોબ્લેમ્સ થવા, ચક્કર આવવા, આ ઉપરાંત હાર્ટ બીટ વધી જવા, માથું દુખવું અને માથુ, હાથ અને પગ ઠંડા થઇ જવા તે બધા લક્ષણો છે.

હવે જો નિરાકરણની વાત કરવામાં આવે તો હિમોગ્લોબીનની ઉણપને પૂરી કરવા માટે તરબૂચ સૌથી બેસ્ટ છે. તરબૂચ ખાવાથી શરીરમાં અનેક પ્રકારની કમી દૂર થાય છે. એમાં પણ જો તમારામાં હિમોગ્લોબીનની ઉણપ છે તો તમે તરબૂચ ખાવાનું શરૂ કરી દો. ગરમીની સિઝનમાં દરેક લોકોએ તરબૂચ ખાવું જોઇએ. તરબૂચ ખાવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે.

હિમોગ્લોબીનની ઉણપને પૂરી કરવા માટે લીલાં શાકભાજી સૌથી બેસ્ટ છે. આ માટે તમારે સૌથી પહેલા તમારા ડાયટમાં લીલા શાકભાજીને એડ કરવા જોઇએ. આમાં આયરનનો મુખ્ય સ્ત્રોત હોય છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ વસ્તુઓનું સેવન કરવાથી એનીમિયા જેવી તકલીફો પણ દૂર થાય છે.

દાડમ લોહીની ઉણપને પૂરી કરવા માટે સૌથી બેસ્ટ છે. દાડમ આયરન, કેલ્શિયમ, ફાઇબર અને બીજા જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે.