1. Home
  2. ગુજરાતી
  3. જો તમારે પાર્લર વગર જ ધરે હેર સ્ટ્રેટ કરવા છે તો જોઈલો સ્ટ્રેટનિંગ હેર માસ્ક બનાવાની રીત
જો તમારે પાર્લર વગર જ ધરે હેર સ્ટ્રેટ કરવા છે તો જોઈલો સ્ટ્રેટનિંગ હેર માસ્ક બનાવાની રીત

જો તમારે પાર્લર વગર જ ધરે હેર સ્ટ્રેટ કરવા છે તો જોઈલો સ્ટ્રેટનિંગ હેર માસ્ક બનાવાની રીત

0
Social Share
  • હેર સ્ટ્રેટ માટે ઘરે જ બનાવો ક્રિમ
  • નેચરલ રીતે આ ક્રિમ તમારા વાળ સીધા કરે છે

 વાળ તમારા વ્યક્તિત્વમાં વધારો કરે છે. તેથી, વાળને સ્ટાઇલિશ અને સુંદર બનાવવા માટે, તમે ખર્ચાળ ઉત્પાદનો અને વાળની ​​સારવારનો આશરો લો છો.સ્ટ્રેટ વાળ આજકાલ ટ્રેન્ડમાં છે. તેથી જ મોટાભાગની મહિલાઓ હેર સ્ટ્રેટ કરાવવાનું પણ ચૂકતી નથી. પરંતુ હેર સ્ટ્રેટનિંગ ખૂબ ખર્ચાળ છે અને સાથે જ તે લાંબો સમય ટકે પણ નથી. આવી સ્થિતિમાં કેમિકલયુક્ત ઉત્પાદનોથી તમારા વાળને વારંવાર નુકસાન થવા લાગે છે.તો આજે ઘરે જ હેર સ્ટ્રેટ કરી શકાય તે માટેની ક્રિમ બનાવતા શીખીશું.હોમમેઇડ હેર સ્ટ્રેટનિંગ માસ્કનો ઉપયોગ કરવાથી તમારા વાળ સીધા બને છે અને વાળ ખરાબ પણ નહી થાય

 જોઈલો આ  સામગ્રી સ્ટ્રેટનિંગ માસ્ક બનાવા માટેની

  •  મધ 2 ચમચી
  • એલોવેરા જેલ 2 ચમચી
  • દહીં 1 નાની વાટકી
  • એરંડાનું તેલ 3 ચમચી

હેર સ્ટ્રેટનિંગ માસ્ક કેવી રીતે બનાવવો? 

હેર સ્ટ્રેટનિંગ માસ્ક બનાવવા માટે, એક બાઉલ લો.પછી તમે તેમાં મધ અને એલોવેરા જેલ ઉમેરો.

ત્યાર બાદ તમે આ બંનેને સારી રીતે મિક્સ કરી લો.પછી તમે તેમાં એરંડાનું તેલ અને દહીં ઉમેરો.આ પછી તમે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.હવે તમારું હોમમેડ હેર સ્ટ્રેટનિંગ માસ્ક તૈયાર છે.

હેર સ્ટ્રેટનિંગ માસ્કનો ઉપયોગ કેવી રીતે કરવો? 

 વાળમાં આ સ્ટ્રેટનિંગને લાગુ કરવા માટે, તમારે પહેલા તમારા સારી રીતે વોશ કરેલા હોવા જોઈએ પછી કોરો કરીલો, આ પછી, તમે વચ્ચેથી વાળના બે પાર્ટ કરીલો

હવે તૈયાર માસ્કને ખોપરી ઉપરની ચામડીથી વાળના છેલ્લા છેડા સુધી લાગુ કરો.બધા વાળમાં લાગૂ કર્યા બાદ આ પછી, તમારા માથાને ગરમ ટુવાલથી લપેટો.

આ રીતે ટૂવાલને માથાને લગભગ 45 મિનિટ સુધી ઢાંકીને જ રાખો. ત્યાર બાદ તમારા વાળને હળવા શેમ્પૂની મદદથી ધોઈ લો.અઠવાડિયામાં એકવાર આ વાળનો માસ્ક લગાવવો આવશ્યક છે. આમ કરવાથી તમારા કર્લી વાળ કુદરતી રીતે સીધા થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code