ઉનાળામાં ગરમીથી થતા ઈન્ફેક્શનથી કેવી રીતે બચવું? જાણી લો કેટલી ટીપ્સ
- ઉનાળામાં ઈન્ફેક્શનથી બચો
- પરસેવાથી થાય છે ઈન્ફેક્શન?
- તો આ ટીપ્સને અપવાની જૂઓ
ઉનાળાના સમયમાં મોટાભાગના લોકોને ગરમીના કારણે પરસેવાની સમસ્યા થતી હોય છે. આમ તો શરીરમાં પરસેવો થાય તેને સારુ માનવામાં આવે છે પરંતુ પરસેવાને કારણે પણ કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. ઉનાળાના સમયમાં કસરત કરવાથી પણ શરીર તંદુરસ્ત રહે છે અને પરસેવો થાય છે જેથી કરીને કેટલીક બીમારીઓ શરીરથી દુર થઈ જાય છે પણ જે લોકો બપોરના તથા સવારના સમયમાં કામ માટે નીકળતા હોય છે અને સંપૂર્ણ દિવસ તડકામાં રહેવાથી પરસેવાની સમસ્યા હોય છે. હવે આ લોકો માટે કામ દરમિયાન કોઈ ખાસ સમય હોતો નથી તેથી તેમને થયેલો પરસેવો તેમના કપડામાં જ સૂકાઈ જાય છે અને તે બાદ તેમને સ્કીન તથા ઈન્ફેક્શનની સમસ્યા રહેતી હોય છે.
હવે જો કોઈને આ પ્રકારની સમસ્યા હોય અને તેનું નિરાકરણ લાવવું હોય તો તે લોકોએ સૌથી પહેલા તો શક્ય એટલા પાતળા કપડા પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ જેથી કરીને હવાની અવર જવર રહે અને શરીરમાં પરસેવો ઓછો વળે. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો સવારે અને સાંજે સૂતા પહેલા બે વાર નહાવું જોઈએ જેથી કરીને પરસેવાથી ઈન્ફેક્શન થવાની સમસ્યા નહીવત પ્રમાણમાં થઈ જાય છે.
ઉનાળામાં ગરમીથી કેટલાક લોકોની સ્કીન પણ તતડી જતી હોય છે અને સ્કીનને લગતી સમસ્યાઓ પણ થતી હોય છે તો તે લોકોએ શક્ય હોય તો તડકામાં નીકળવાનું ટાળવું જોઈએ અને છાયડો હોય ત્યાં વધારે રહેવું જોઈએ.